ખેતરે રખોપુ કરવા ગયેલા ખેડુતને ભરનિદ્રામાં અજાણ્યા શખ્સોએ કાયમ માટે પોઢાડી દીધા
પોલીસે ત્વરીત કામગીરી કરી બે શખ્સોની ધરપકડરી: પાંચની શોધખોળ
વિછીંયા તાલુકાના ઓરી ગામની સીમમાં રખોયુ કરવા ગયેલા પ્રૌઢ ખેડુતની ભરનિદ્રામાં જુની અદાવતમાં ઢીમ ઢાળી દીવાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં બે શખ્સોની ધરપકડ કરી નાશી છુટેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જુની અદાવત હત્યા થયાનું બહાર આવ્યો છે.
વધુ વિગત મુજબ વિછીંયાના ઓરી ગામે રહેતા ઓધજીભાઇ કોળી નામના પ્રૌઢ ખેડુતની ગામના જ જેન્તી ઉર્ફે જય જીવણ જમોડ અને જેન્તી પરસોતમ સરવૈયા અને પાંચ અજાણ્યા શખ્સોએ પાઇપ અને ધોકા વડે માર મારી મોતને ઘાટ ઉતાર્યાની વિછીંયા પોલીસ મથકમાં મૃતકના પુત્ર સંજયભાઇ શિયાળે ફરીયાદ નોંધાવી છે.
પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે મૃતક ઓધવજીભાઇ શિયાળ નિત્યક્રમ પ્રમાણે રાત્રે પોતાની વાડીએ રખોયુ કરવા ગયા હતા. પોતે સૂતા હતા ત્યારે જેન્તી ઉર્ફે જય જમોડ, જેન્તી સરવૈયા અને પાંચ અજાણ્યા શખ્સો સહિત ધોકા અને પાઇ વડે માર માર્યો હતો. બાદ પુત્રને ઘટના અંગે જાણ કરતા પરિવાર સાથે વાડીએ દોડી જઇ 108 મારફતે પ્રથમ વિછીંયા બાદ રાજકોટ અને વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવતા જયા મોત નિપજયુઁ હતું.
બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવની પોલીસ તમામ સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી બે શખ્સોની ધરપકડ કરી નાશી છુટેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.