રાજુલા તાલુકા પંચાયત જે અમરેલી જીલ્લામાં એકમાત્ર ભાજપ શાસિત હતી અને તેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન પણ ભાજપના હતા. જેમાં થોડા સમય પહેલા ભાજપના ત્રણ સભ્યોએ બળવો કરતા આ તાલુકા પંચાયત ભાજપ પાસેથી ધારાસભ્ય અંબરીશ ડેર અને કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ રામ તથા સૌ.કોંગી જનોની મહેનતને કારણે આચકી લેતા સમગ્ર રાજયમાં ભાજપમાં સન્નાટો વ્યાપી ગયેલ અને ભાજપના ગઢમાં બે યુવા નેતાઓ ગાબડુ પાડીને સતત ભાજપની રહેતી તાલુકા પંચાયત પણ કોંગ્રેસ કબજે કરેલ હતી.

આ તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખની ચુંટણી બાદ આજરોજ યોજાયેલી કારોબારી ચેરમેનની વરણીમાં પણ કોંગ્રેસના યુવા તાલુકા પંચાયતના સદસ્ય એવા ભીખાભાઈ પિંજરની વરણી કરવામાં આવતા તેને રાજુલા તાલુકાના કોંગી આગેવાનો દ્વારા વધાવેલ છે.

જેમાં ધારાસભ્ય અંબરીશ ડેર, બાબુભાઈ રામ, પ્રમુખ, ઉપપ્રમુખ તથા કરશનભાઈ કળસરીયા (ખાખબાઈવાળા) તથા ઘનશ્યામભાઈ લાખણોત્રા તથા જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષી, જીલ્લા પંચાયતના પ્રમુખ સવજીભાઈ વાઘેલા, કારોબારી ચેરમેન વિપુલ શેલડીયા, મીઠાભાઈ લાખણોત્રા, આતાભાઈ (સરપંચ), માધુભાઈ સરપંચ ખાખબાઈ યુથ કોંગ્રેસના જીલ્લા પ્રમુખ પરેશ ભુવા, અમિત જોષી, કનુભાઈ ધાખડા, રામભાઈ દુધવાળા (ભેરાઈ) કથડભાઈ લાખણોત્રા (બારપટોળી) વગેરેએ આવકારેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.