દ્વારકા નગરપાલિકાના હાલના પ્રમુખ જીતેષભા માણેક એક સપ્તાહ માટે અંગત કારણોસર બહારગામ જતા તેમની અનુપરિસ્થિતિમાં ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની જોગવાઇઓ અનુસાર તેઓ દ્વારા દ્વારકા નગરપાલિકાના પ્રમુખના હોદ્દાનો ચાર્જ હાલા નગરપાલિકાના ઉપપ્રમુખ પરેશભાઇ શામજીભાઇ ઝાખરીયાને દ્વારકા નગરપાલિકાના મુખ્ય અધિકારીની રુબરુ સોપ્યો હતો. દ્વારકા નગરપાલિકાના પ્રમુખપદે પરેશભાઇની નિમણુંકને પાલિકા કર્મીઓ તેમજ સભ્યોએ તેમજ શહેરના અગ્રણીઓએ સહર્ષ વધાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા. દ્વારકા નગરપાલિકાના પ્રમુખપદનો ચાર્જ સંભાળ્યા બાદ પરેશભાઇએ તુરંત જ તેમની કાર્યનિષ્ઠાનો પરિચય આપતા પાલિકાના સભ્યો તેમજ પાલિકા કર્મીઓ સાથે આગામી સમયમાં ચાલી રહેલા વિકાસ કાર્યો અંગે ચર્ચા વિચારણાઓ હાથ ધરી હતી.
દ્વારકા નગરપાલિકાની દ્વારકા નગર પંચાયતમાંથી પાલીકામાં રુપાંતરીત થયા બાદ પાલિકામાં સૌ પ્રથમવાર જ રધુવંશી સમુદાયના પુરુષ પ્રમુખ મળ્યા હોય આ અંગે દ્વારકાના વિશાળ રધુવંશી સમુદયમાં હર્ષની લાગણી સાથે તેમની નિમણુંકને આવકારી છે. અને સમાજના તમામ અગ્રણીઓ સહીતના વડીલો આગેવાનોએ તેમને આગામી સમયમાં લોકોપયોગી કાર્યો કરવાના આશીર્વાદ સાથે તેમની નિમણુંકને સહર્ષ વધાવી હતી.