નિષ્ણાંતો દ્વારા પરસ્પર વેપાર ઉઘોગ વિકસાવવા મુદ્દે ચર્ચા કરાઇ
ઇન્ડિયન એમ્બેસી કુવેત ખાતે ફેડરેશન ઓફ ઇન્ડિયન એકસપોર્ટ ઓર્ગેનાઇઝેશનમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રા ઉ5સ્થિત રહ્યા હતા.
કુવેત સાથે પારસ્પરીક વેપાર ઉઘોગ ના સંબંધો વિકસાવવા અંગે રહેલ પુરતી શકયતાઓ અંગે એમ્બેસેડર ઓફ ઇન્ડિયન એમ્બેસી કુવેતના મીસ્ટર સીબી જયોર્જ દ્વારા ફેડરેશન ઓફ ઇન્ડીયન એક્ષપોર્ટસ ઓર્ગેનાઇઝેશન ના ડેલીગેશન સાથે ચર્ચા વિતારણા માટે તાજેતરમાં એક મહત્વની મીટીંગ યોજવામાં આવેલ હતી.જેમાં રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ તથા ફીફો ક્ધવીનર પાર્થભાઇ ગણાત્રા કુવેત ખાતે ખાસ ઉ5સ્થિત રહી રાજકોટના ઔઘોગિક વિકાસનો ચિતાર આપી નિકાસ ક્ષેત્રે, ઓટોપાર્ટસ, મશીનરી વગેરે વિવિધ ઉત્પાદનમાં ભારતમાં આગવું સ્થાન રાજકોટ ધરાવે છે. તેમજ કુવેતમાં વેપાર ઉઘોગ ની વિપુલ તકો રહેલી છે. ત્યારે કુવેત સાથે વેપાર ઉઘોગ વિકસાવવા અમો ખુબ તત્પર છીએ. આ પ્રક્રિયામાં જયા પણ જરુર જણાય ત્યાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મદદરુપ બની બે દેશોના વેપાર ઉઘોગના વિકાસમાં સહભાગી બનશે.