ચેરમેન વાઇસ ચેરમેન બિનહરીફ ચુંટાયેલા જાહેર કરાયા.
લખતર એ.પી.એમ.સી માં બે વર્ષ બાદ ચૂંટાયેલા શાસકો એ ચેરમેન વાઇસ ચેરમેન તરીકે ના પદ ગ્રહણ કર્યા હતા લખતર એ.પી.એમ.સી ના ભૂતપૂર્વ ચેરમેન અને સેક્રેટરી ઉપર ભ્રષ્ટાચાર ને લઈને પોલીસ કેસ થયા હતા અને બાકીના ચૂંટાયેલા સભ્યોને જિલ્લા રજીસ્ટાર દ્વારા ડિસ્ક્વોલિફાઈ કરાયા હતા ત્યારે થી અત્યાર સુધી જિલ્લા રજીસ્ટાર દ્વાર વહીવટદાર ની નિમણુંક કરી લખતર એ.પી.એમ.સી નો વહીવટ કરાતો હતો ત્યારે હાલ માં જ લખતર એ.પી.એમ.સી દ્વારા ચૂંટણી જાહેર કરાઈ હતી ત્યારે હિતેન્દ્રસિંહ ઝાલા પ્રેરિત સભ્યોનો ખેડૂત પેનલ અને વેપારી પેનલના સભ્યોનો વિજય થયો હતો ત્યારે આજે જિલ્લા રજીસ્ટાર ઓફીસ દ્વારા આર.એ.મકવાણા અને ડી.ડી.મોરિ ને ચૂંટણી અધિકારી તરીકે નીમી ચૂંટણી જાહેર કરાઈ હતી ત્યારે ચેરમેન તરીકે હિતેન્દ્રસિંહ ઝાલા અને વાઇસ ચેરમેન તરીકે શૈલેષ પરેજીયા દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા જ્યારે આબન્ને ઉમેદવારેજ ફોર્મ ભરેલ હો બન્નેને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાતા ચેરમેન તરીકે હિતેન્દ્રસિંહ ઝાલા અને વાઇસ ચેરમેન તરીકે શૈલેષ પરેજીયાને ચૂંટણી અધિકારી આર.એ.પરમાર અને ડી.ડી મોરી દ્વારા બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા.