વાયબ્રન્ટ સમિટ હવે એક મુવમેન્ટ બની ગઈ છે. નરેન્દ્ર મોદીને ગ્લોબલ લીડર બનાવવા માટે પણ વાઈબ્રન્ટ ગુજરાત સમિટે મહત્વની ભૂમિકા ભજવી છે. અત્યારે આખું વિશ્વ વાઈબ્રન્ટ ગુજરાત સમિટની નોંધ વિશ્વ લે છે. 2003 થી આરંભાયેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટને 20 વર્ષ થયા છે.

પહેલી સમિટ 2003 બે દિવસ માટે યોજાઇ હતી. તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ ભૌરોસિંહ શેખાવતે તેનું ઉદ્ધાટન કર્યું હતું. જેમાં છ હજાર સહભાગીઓ જોડાયા હતા. આ સમિટમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને શશી રૂઇયા જેવા ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. પ્રથમ દિવસે જ 870 અબજ ડોલરના એમઓયુ થયા હતા. આ વાઈબ્રન્ટ સમિટ ઉત્તરાયણ પર્વ સમયે યોજાઇ હતી. એન્જિનિયરીંગ અને ગેસ સેક્ટરને કેન્દ્રમાં રાખીને આશરે 1060 અબજ રૂપિયાની કિંમતના કુલ 226 એમઓયુ થયા હતા.

બાદમાં 2007ની  વાઈબ્રન્ટ સમિટમાં શબ્દ પ્રયોજાયો કે, ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. 12 અને 13 જાન્યુઆરી 2007 દરમિયાન ત્રીજી વાઈબ્રન્ટ સમિટ યોજાઇ હતી. આ સમિટમાં ગુજરાતમાં ઉદ્યોગો માટે રેડ કાર્પેટ છે, રેડ ટેપ નથી અને રૂપિયામાં રોકાણ કરો, ડોલરમાં નફો કરો એ વાતથી વિદેશી રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો હતો. આ સમિટનો હેતુ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરીંગ, ઓટોમોબાઇલ, સિરામિક, કાપડ, અને હિરા-જવારત ઉદ્યોગના વિકાસનો હતો. ચાર દિવસ ચાલેલી આ વાઇબ્રન્ટ સમિટ ગુજરાત ડિસ્કવર્ડથી ઓળખાઇ હતી. આ સમિટમાં કુલ 675 એમઓયુ થયા, જેમાં અંદાજિત રોકાણ 152 અબજ ડોલર સુધીનું હતું.

2011માં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 12-13 જાન્યુઆરીએ આ પાંચમી ગુજરાત વાઈબ્રન્ટ સમિટ યોજાઈ હતી. આ સમિટમાં કુલ 7,936 એમ.ઓ.યુ થયા હતા. જેનું અંદાજિત રોકાણ 462 અબજ ડોલરનું હતું.

2013માં વાઇબ્રન્ટ સમિટ ગાંધીનગર ખાતે 12 અને 13 જાન્યુઆરીના રોજ યોજાઈ હતી. ગુજરાત સાથે દેશમાં પ્રથમવાર વાઈબ્રન્ટ સમિટ કર્ણાટક રાજ્ય અને કેનેડા, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને મોઝામ્બિક દેશ ખાતે યોજાઇ હતી.

2014માં વાઈબ્રન્ટ સમિટ કુલ ત્રણ દિવસ માટે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદની આ પ્રથમ વાઈબ્રન્ટ સમિટ હતી. જેમાં ગુજરાત અને ભારતને ગ્લોબલ બિઝનેસ હબ તરીકે વિશ્વએ સ્વીકાર્યુ હતું. આ સમિટમાં ગુજરાતના સમાવેશી વિકાસ, ઇનોવેશન, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, યુવા અને સ્કિલ વિકાસ, નોલેજ શેરીંગની સફળતાઓ વિશ્વ સમક્ષ રજૂ કરાઈ હતી.

સાતમી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ સાથે ગ્લોબલ ટ્રેડ શોએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. 110 દેશોના 25 હજાર ડેલિગેટ્સે ભાગ લીધો હતો. અમેરિકાના વિદેશપ્રધાન જહોન કેરી, સયુંક્ત રાષ્ટ્રસંઘ પ્રમુખ બાન કિ મૂન, વિશ્વબેંક પ્રમુખ જિમ યોંગ કિમ સબિત ભુતાનના વડાપ્રઘાન શેરિંગ તોબ્સેએ હેપિનેસ ઇન્ડેક્ષના પ્રવચને લોકોના દિલ જીત્યા હતા. અમેરિકી વિદેશપ્રધાન જ્હોન કેરીએ હિંદીમાં પીએમ નરેન્દ્ર મોદીના સબકા સાથ, સબકા વિકાસના સૂત્રને બિરદાવ્યું હતું. તો મુકેશ અંબાણીની ગુજરાત અને ભારતમાં રોકાણની તકને ઐતિહાસિક ગણાવી હતી.

આઠમી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ – 2017માં યોજાઈ હતી. જેમાં ઔદ્યોગિક વિકાસ સાથે સમાવેશી સામાજિક વિકાસ અને ટકાઉ વિકાસના વિચારને કેન્દ્રસ્થાને રખાયો હતો. આ સમિટમાં કુલ 25,578 એમ.ઓ.યુ થયા હતા. નવમી વાઇબ્રન્ટ સમિટ -2019.આ 18 અને 19 જાન્યુઆરી એમ બે દિવસ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાઇ હતી. આ સમિટ દરમિયાન 50 હજાર કરોડનું રોકાણ બિનપરંપરાગત ઊર્જા ક્ષેત્રે ગુજરાતમાં આવ્યું હતું. આ સમિટમાં યુએઇ, ઉઝબેકિસ્તાન અને મોરક્કો પાર્ટનર ક્ધટ્રી તરીકે જોડાયા હતા. આ સમિટમાં ભરૂચ જિલ્લાના દહેજ ખાતે દેશના પહેલા સીએનજી ટર્મિનલને વિકસાવવા માટે રૂ 560 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ વાઈબ્રન્ટ ગુજરાત આંતરરાષ્ટ્રીય સમિટમાં સેન્ટ્રલ એશિયાના દેશ ઉઝબેકિસ્તાનના પ્રમુખ શાવકાત મિરઝીયોયેવને પ્રથમવાર કી-સ્પીકર તરીકે ઉદ્ધબોધન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.