૯મી વાઈબ્રન્ટ સમિટમાં ૧૫ પાર્ટનર કન્ટ્રી દેશ અને ૨૬ હજાર કંપનીઓએ ભાગ લીધો
‘અબતક’નું વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯માં ગ્રાઉન્ડ ઝીરો રિપોટીંગ: મુલાકાતીથી લઈ માધાંતાઓ સુધીનાઓએ વાઈબ્રન્ટના કર્યા વધામણા
૧૧૫ દેશોના ૩૬ હજારથી વધુ પ્રતિનિધિઓ રોકાણ દ્વારા વિકાસનો રથ દોડાવશે
મુકેશ અંબાણી, કુમાર મંગલમ્, બિરલા ટાટા ગ્રુપ, અદાણી ગ્રુપ સહિતના ઉદ્યોગ ક્ષેત્રના ટોચના રોકાણકારો જોડાયા
આવતીકાલે મહાત્મા મંદિરમાં આફ્રિકા-ડેની ભવ્ય ઉજવણી
આજથી વિશ્વના સૌથી મોટા વેપાર કુંભનો પ્રારંભ થયો છે. જેમાં ૧૧ પાટનર કન્ટ્રી દેશ અને ૨૫૦૦૦ કંપનીઓએ ભાગ લીધો છે. આજરોજ ખુલ્લી મુકાયેલી વાઈબ્રન્ટ સમીટ ૨૦૧૯માં ખરબો રૂપીયાના એમઓયુ થનાર છે. પાંચ રાષ્ટ્રના પ્રમુખ સહિત ૧૨૫ મહાનુભાવો વાઈબ્રન્ટ ગુજરાતની ૯મી સમીટના ઉદ્ઘાટન હાજર રહ્યાં હતા.
વાઈબ્રન્ટ સમીટના ૧૬ વર્ષમાં અત્યાર સુધી ૭૦ હજાર કરોડથી વધુના એમઓયુ થયા છે. વાઈબ્રન્ટ સમીટમાં ૧૧૫ દેશોના ૨૬૦૦૦થી પણ વધુ પ્રતિનિધિઓ ગુજરાતના મહેમાન બન્યા છે ત્યારે વિશ્વભરની નજર ગુજરાત ઉપર છે. આફ્રિકાના ૫૪ માંથી ૫૨ દેશો આ સમીટમાં જોડાયા છે. આ વખતે સમીટમાં માત્ર રોકાણ જ નહીં પરંતુ ટ્રેડ અને એકસ્પોર્ટ ઉપર પણ ભાર મુકવામાં આવ્યો છે. જેને પગલે ૧૯મીએ મહાત્મા ગાંધી મંદિરમાં ખાસ આફ્રિકન ડેની ઉજવણી કરવામાં આવશે. જેમાં વર્ષ ૨૦૨૨માં ગુજરાત કેવું હશે તેની ઝાંખી દર્શાવતો સેમીનાર પણ રાખવામાં આવ્યો છે જેમાં બુલેટ ટ્રેન, એકસપ્રેસ હાઈવે, બેચરાજી એસઆઈઆર સહિતના મહત્વના પ્રોજેકટોની પ્રદર્શની કરવામાં આવશે.
દેશભરમાં ૫-જી નેટવર્ક માટે જીયો સજ્જ: મુકેશ અંબાણી
રિલાયન્સના મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, ગુજરાત મારી જન્મભૂમિ અને કર્મભૂમિ છે, માટે મારી કંપની રિલાયન્સ ગુજરાતની છે અને રાજયના વિકાસ માટે જ રિલાયન્સ ૩ લાખ કરોડનું રોકાણ આવનારા દિવસોમાં કરશે. દેશના સૌથી સધ્ધર ગણાતા રાજયોમાં ગુજરાતે સ્થાન મેળવ્યું છે. રિલાયન્સ ગુજરાતના ભાવી માટે ખુબજ પ્રયત્નશીલ રહેશે. ભારતમાં જીયોને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આ ઉપરાંત સ્ટાર્ટઅપમાં પણ ગુજરાત અગ્રેસર છે. રૂ.૧૫૦ કરોડના ખર્ચે પીડીપીયુ યુનિવર્સિટીને અત્યાધુનિક બનાવાશે.
આવનાર સમયમાં મેન્યુફેકચરીંગ ક્ષેત્રે ઉજજવળ તકો: કુમાર મંગલમદર વર્ષે ગુજરાત અનેકવિધ સિધ્ધિઓ સર કરતુ રહ્યું છે. ગુજરાત રાજય ખરા અર્થમાં મહેનત કરી રહ્યું છે. ગુજરાતનાં વિકાસ માટે નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કેમકે તેમની કાર્ય શૈલી વિકાસ લક્ષી છે. ગુજરાતમાં અમારા જેવા ઉદ્યોગપતિઓ રોકાણ કરી રહ્યા છે.કારણ કે અહી રોકાણનું રીટર્ન ખૂબ શારૂ મળી રહે છે. ગુજરાતમાં તમામ જે કાર્યો થઈ રહ્યા છે. તેમાં અલ્ટ્રાટેક સિમેન્ટનો સિંહ ફાળો છે. ગુજરાત મેન્યુફેકચરીંગ ક્ષેત્રે આવનાર સમયમાં ખૂબ શારૂ પ્રદર્શન કરશે.ગુજરાતમાં આવનાર સમયમાં સોલાર પાવર ક્ષેત્રે બિરલા ગ્રુપ ૧ હજાર કરોડનું રોકાણ કરશે.
આગામી સમયમાં અદાણી ગ્રુપ ૫૫ હજાર કરોડના પ્રોજેકટ્સ લાવી રહ્યું છે: ગૌતમ અદાણીઅદાણી ગ્રુપના ગૌતમ અદાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં કહ્યું કે, વડાપ્રધાનના વિઝનથી દેશ તેમજ રાજય જે ગતીથી આગળ વધી રહ્યું છે તે આપણા માટે ગૌરવની બાબત છે. ભારત એચડીઆઈ ક્ષેત્રે એશિયા ખંડમાં પ્રભુત્વ ધરાવે છે તેનો શ્રેય નરેન્દ્ર મોદીના શિરે જાય છે. ૫૯૦ ગામડાઓ તેમજ વિવિધ વિસ્તારોમાં ઉર્જાની જરૂરીયાતો પૂર્ણ થતા ભારતના વિકાસને વેગ મળશે. માત્ર યોજનાઓ નહીં, તેનું અમલીકરણ પણ થઈ રહ્યું છે તે મહત્વનું છે. તમામ રોકાણો કાગળ ઉપર બાદમાં પહેલા વિશ્વાસ ઉપર થઈ રહ્યાં છે જે ગર્વની બાબત છે. આવનારા સમયમાં અદાણી ગ્રુપ ગુજરાતમાં ૫૫ હજાર કરોડના પ્રોજેકટો લાવી રહ્યું છે.
સોશ્યલ ઈકોનોમી ગ્રોથ માટે વાઈબ્રન્ટ સમિટ થવી જ જોઈએ: ડો.જી.ડી. સિંઘએશિયન આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ચેરમેન ડો.જી.ડી. સિંઘે અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે વાઈબ્રન્ટ ટ્રેડ શો ગઈ કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખૂલ્લો મૂકવામાં આવ્યો. ગાંધીનગરમાં દર વર્ષે વાઈબ્રન્ટનું આયોજન કરવામાં આવે છે. અહી ૨૦૦ દેશ કરતા પણ વધુ દેશોએ ભાગ લીધો છે. અમા માનવું છે કે આફ્રિકન જેવા દેશોનાં સોશ્યલ ઈકોનોમિક ગ્રોથ માટે આ પ્રકારનાં સમિટ થવા જ જોઈએ. વડાપ્રધાન મોદીએ વાઈબ્રન્ટ સમિટમાં ખાસ હાજર રહી અમારો ઉત્સાહ વધારી પ્રોત્સાહન પુરૂ પાડયું છે. આવા સમિટ આવનાર સમયમાં ઈકોનોમિક ગ્રોથને મજબૂત કરશે.
ટોરેન્ટ ગ્રુપ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ૧૦ હજાર કરોડના રોકાણથી વિકાસના રથને વેગ આપશે: સુધીર મહેતાટોરેન્ટ ગ્રુપના સુધીર મહેતાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વાઈબ્રન્ટમાં હાજર રહેવું ગૌરવની બાબત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર વાતો જ નથી કરી પરંતુ સાચા અર્થમાં વિકાસના કાર્યો કરી બતાવ્યા છે. ગુજરાતના ડેવલોપમેન્ટ મોડલને વિશ્વભરની સરાહના મેળવી લીધી છે. ગુજરાતમાં આવનારા દિવસોમાં ટોરેન્ટ ગ્રુપ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ૧૦ હજાર કરોડનું રોકાણ કરશે અને આમ દેશ તેમજ રાજયના વિકાસના રથને દોડતો કરશે.
ટાટા ગ્રુપ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે કાર્યરત: એન ચંદ્રશેખરટાટા ગ્રુપના એન ચંદ્રશેખરે કહ્યું હતું કે, ગુજરાત સાથે અમારો વિશેષ નાતો છે. ટાટા ગ્રુપમાં ૨૫ હજાર લોકો રોજગારી મેળવી રહ્યાં છે. અમે ગુજરાત સાથે પ્રવાસન ક્ષેત્રે પણ કામ કરી રહ્યાં છીએ. ગુજરાતમાં પ્રોફેશનાલીઝમ જોવા મળી રહ્યું છે અને આગામી દિવસોમાં ટાટા ગ્રુપ ગુજરાત સાથે મળી ગુજરાત અને ભારતના વિકાસમાં સહભાગી થશે.
વાઈબ્રન્ટ સમિટમાં થયેલા એમઓયું ગુજરાતનાં વિકાસનો રથ દોડતો કરશે: સીમા મોહિલે
વાઈબ્રન્ટ સમિટ ૯માં ભાગ લેવા આવેલા વડોદરાના ધારાસભ્ય સીમા મોહિલે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે. આ વાઈબ્રન્ટ ગુજરાતનાં ઉદ્યોગકારો માટે ખૂબજ મહત્વનું રહેશે. આ વાઈબ્રન્ટ સમિટમાં જે એમઓયું થવાના છે.તેનાથી ગુજરાતનાં વિકાસ ચોકકસ વેગ મળશે. અનેક પ્રોજેકટથી ગુજરાતની શાખ અન્ય દેશોમાં ઉભી થશે. જેનું શ્રેય વડાપ્રધાનને શિરે જાય છે.
પ્રાચીન-અર્વાચીન ગરબા ગુજરાતની ઓળખ: ક્રિપલાની રેખાસુંદરમ કલ્ચરલ ગ્રુપના ક્રિપલાની રેખાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે દર વર્ષે વાઈબ્રન્ટમાં ભાગ લઈએ છીએ આ વખતે અમે ગુજરાત ટુરિઝમના ટેબ્લોમાં ભાગ લીધો છે. અમારુ ગ્રુપ છેલ્લા દસ દિવસથી મહેનત કરી રહ્યું છે. અમારા ગ્રુપ દ્વારા પ્રાચીન-અર્વાચીન બન્ને ગરબા પ્રસ્તુત કરીએ છીએ અને ગર્વની બાબત એ છે કે, ગુજરાતના ગરબા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. તેમજ સ્મિતે જણાવ્યું કે, ગુજરાતમાં ટુરીઝમ ક્ષેત્રે સારો વિકાસ થઈ રહ્યો છે. ગુજરાતમાં ઘણી બધી જગ્યાઓ ફરવા લાયક છે અને એવી પણ ઘણી બધી જગ્યાઓ છે. જેની આજ સુધી જુજ લોકોએ જ મુલાકાત લીધી છે તો આવી જોવાલાયક જગ્યાઓનો વિકાસ થવો જોઈએ અને તેના માટે વાઈબ્રન્ટ સમીટ યોગ્ય પ્લેટફોર્મ છે.
સ્માર્ટ સિટી, ડ્રીમ સિટી ધોલેરા વડાપ્રધાનનું સ્વપ્ન: સુધીરભાઈ આહિરવાઈબ્રન્ટ સમિટ-૯માં ભાગ લેવા આવેલા ડિપાર્ટમેન્ટના ગ્રીનટેક રેસીડેન્સી ધોલેરા પ્રોજેકટ માર્કેટીંગ મેનેજર સુધિરભાઈ આહિરે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ધોલેરા પિપલી સ્ટેટ હાઈવે પર અમારો ગ્રીનટેક રેસીડેન્સી પ્રોજેકટ આવેલ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન ડ્રીમ સિટી, સ્માર્ટ સિટી ધોલેરા બનવા જઈ રહ્યું છે. ધોલેરામાં ખૂબ સારું કામ ચાલી રહ્યું છે. ત્યારે વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ ૨૦૧૯માં અમે ભાગ લીધો છે. અમારો ઉદ્દેશ્ય એ છે કે, લોકોને ધોલેરા અંગે જાગૃત કરવા ધોલેરામાં થતો વિકાસ લોકો સમક્ષ પહોંચે. ગ્રીનટેક રેસીડેન્સીમાં કલબ હાઉસ, મીની થિયેટર, સ્વીમીંગ પુલ, ગાર્ડન વગેરેનો સમાવેશ થાય છે. વાઈબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવાનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય ધોલેરાનો વિકાસ થઈ રહ્યો છે તે લોકો સુધી પહોંચાડવાનો છે.
ધોલેરા ગ્રીનટેક પ્રોજેકટ ધોલેરાના વિકાસને વેગ આપશે: મહમદ ઝકરીયાવાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ-૯માં સુરતથી આવેલા મહમદ ઝકરીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમારો ગ્રીનટેક રેસીડેન્સી પ્રોજેકટ ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે હોટલ ગેલોપ્સ નજીક બની રહ્યો છે જે નેશનલ હાઈવે પીપલીથી નજીક છે. ધોલેરા સ્માર્ટ સિટી માટે આ ખૂબજ આશાવાદી પ્રોજેકટ છે. આ પ્રોજેકટ વિકાસને વેગ આપશે. ૨૦૧૯ની થીમ પ્રમાણે ધોલેરા એસઆઈઆરનું આખુ માળખુ તૈયાર થઈ રહ્યું છે અને સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં એસઆઈઆરનું કામ શ થઈ જશે. આ પ્રોજેકટ અંતર્ગત જે લોકો ધોલેરામાં આવશે જે ૬, ૭, ૧૨ કે પછી ૧ વર્ષ ૫ વર્ષ રહેવા માંગતા હોય તે લોકો માટે અમારું ગ્રીનટેક રેસીડેન્સી તૈયાર થઈ રહી છે જે ફુલ્લી ફર્નિશ્ડ અને આધુનિક સુવિધાથી ભરપુર છે.
૧૨૩ દેશો એકઠા કરવાની ગુજરાતની તાકાત: એસ.કે.લાંગાગાંધીનગરના કલેકટર એસ.કે.લાંગાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વાઈબ્રન્ટનો ગુજરાતના વિકાસમાં મહત્વનો ફાળો છે અને મેં તો ટ્વીટ કરીને પણ કહ્યું કે અમેઝીંગ વાઈબ્રન્ટ, અહીંયા અલગ જ વાયબ્રસી મહેસુસ કરી શકાય છે.
૧૨૩ જેટલા દેશો જયાં એક જ સાથે જોડાતા હોય તેવું આયોજન આપણા રાજયમાં થઈ રહ્યું છે જે ખુબજ ગૌરવની બાબત છે. રાષ્ટ્રના તો આયોજન હોય છે પરંતુ જો એક ફેડરલ સ્ટેટ આયોજન કરે અને આટલા દેશો ગુજરાતના મહેમાન બન્યા છે. ૫૪ દેશોનો ખંડ આફ્રિકા અને તેમાંથી જો ૫૨ દેશો એક જ ઈવેન્ટમાં જોડાય તો તે ગર્વ લેવા જેવી બાબત છે. કુલ ૧૭ પેવેલીયનમાં આ ટ્રેડ રખાયું છે. મેઈક ઈન ઈન્ડિયાથી શરૂ કરાયેલ મીશન ખરા અર્થમાં ગુજરાતમાં શકય બન્યું છે. આજરોજ કેટલાક દેશો વચ્ચે બી ટુ બી સેશન થશે અને ગુજરાત વિકાસની હરણફાળ ભરશે.
વિકાસના તમામ કાર્યો માટે જ્ઞાન, ટેકનોલોજી અને વેપારનો વિનીમય એ જ વિકલ્પ: રાજેન્દ્ર ત્રિવેદીવિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ શબ્દ જ ઉર્જાત્મક છે, વેપાર, ઉદ્યોગ, કૃષિ, ટેકનોલોજી અથવા કોઈપણ ક્ષેત્રે કોઈપણે દેશ કે રાજયએ વિકાસ કરવો હોય તો વેપારનો વિનીમય કરવો પડે છે અને આ પ્રકારનું આયોજન આપણા ગુજરાતના માધ્યમથી થઈ રહ્યું છે તેથી વેપારની નવી તકો વિશ્વભરના લોકોને મળી છે. જેવી રીતે અનુભવથી માનવી ઘડાય છે તે રીતે આ સતત નવમાં વાઈબ્રન્ટના આયોજનમાં પણ રાજયના વિકાસને વધુ સા ઘડતર મળી રહે તેના માટે સરકાર કાર્યરત છે. વિકાસના કોઈપણ કાર્યો માટે માત્ર એક જ ટેકનીક છે જ્ઞાન, સમજણ, ઉદ્યોગ અને ટેકનોલોજીની આપ-લે ત્યારે ગુજરાતના ગૌરવ સમાન વાઈબ્રન્ટનો રાજયને ખરા અર્થમાં લાભ થશે.