18થી 20 જાન્યુઆરી દરમિયાન મહાત્મા મંદિરમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પીએમ મોદી અને વિવિધ દેશોના ઉદ્યોગપતિઓ હાજર રહેવાના હોવાથી ગુજરાત સરકારે પાંચ હજારથી વધુ પોલીસ કર્મીઓને ફરજ સોંપી છે.

મહાત્મા મંદિરમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટ માટે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ને લઈ માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જેથી 16 જાન્યુઆરીથી ગાંધીનગર ઉપરાંત અમદાવાદ એરપોર્ટથી મહાત્મા મંદિર સુધીનો રોડ પોલીસ છાવણીમાં ફેરવાશે.

વીવીઆઈપીની સુરક્ષા માટે અલગ અલગ સુરક્ષા પોઇન્ટ જેવા કે રાજ ભવન, મહાત્મા મંદિર, એરપોર્ટથી ગાંધીનગરનો માર્ગ, આ જગ્યા ઉપર વિશેષ બંદોબસ્ત ઉપરાંત CCTV લગાવાયા છે.

ખાસ કરી ગાંધીનગરના હેલિપેડ અને મંત્રી આવાસ વિસ્તારમાં 600થી વધુ સીસીટીવી લગાવી દેવામાં આવ્યા છે, જેથી મહાત્મા મંદિરથી એરપોર્ટ સુધીની વીવીઆઈપીની અવરજવર ઉપર મોનિટરિંગ સેલ દ્વારા ખાસ રાઉન્ડ ધ ક્લોક વોચ રાખી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.