ગુજરાતમાં દર બે વર્ષે યોજાતી વાઈબ્રન્ટ સમિટ આગામી વર્ષે ફરીવાર યોજાવા જઈ રહી છે. આ સમિટ 2019માં 18,19 અને 20 જાન્યુઆરીના રોજ યોજાશે. આ અંગે મુખ્યમંત્રી રૂપાણીએ જાહેરાત કરી છે.
મહાત્મા મંદિર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત આજે તમામ ક્ષેત્રોમાં રોલ મોડેલ તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે વાઈબ્રન્ટ સમિટ દ્વારા રાજ્ય સરકાર તમામ ક્ષેત્રના ઉદ્યોગો અને તેના ઉત્પાદકોને ફાસ્ટટ્રેકની સુવિધા આપી પ્રોત્સાહિત કરે છે.
આ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા વાયબ્રન્ટ સમિટ દ્વારા આજે ગુજરાત ઉદ્યોગ ક્ષેત્રે હબ બની ગયું છે, ત્યારે વર્ષ 2019ની 18,19 અને 20 જાન્યુઆરી એમ કુલ ત્રણ દિવસ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવાની જાહેરાત મુખ્યમંત્રીએ કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com