વેપાર-ઉદ્યોગમાં ઈનોવેટીવ આઈડિયા અને ટેકનોલોજીમાં ક્રાંતી લાવવા પ્રયાસ

ત્રિદિવસીય સમિટમાં અનેક ઉદ્યોગોના પ્રતિનિધિ હાજર રહેશે

૨૦૧૯ના જાન્યુઆરી માસમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનું જાજરમાન આયોજન વા જઈ રહ્યું છે. જેના અનુસંધાને આગામી ઓકટોબર મહિનામાં તા.૧૧ થી ૧૩ દરમિયાન ત્રિદિવસીય વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમીટ યોજાશે.

આ સમીટનું આયોજન સરકારના વિવિધ વિભાગો દ્વારા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનની મદદી કરવામાં આવ્યું છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડિસ્ટ્રીઝ (એફઆઈસીસીઆઈ), ગુજરાત ઈલેકટ્રોનીકસ એન્ડ સોફટવેર ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન સહિતની ઔદ્યોગીક સંસઓના સહકારી વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમીટનું આયોજન થશે. વિવિધ ઈનોવેશન આઈડિયા માટે આયોજકોએ ૩૦ થી વધુ શહેરોનો પ્રવાસ ખેડી વિગતો એકઠી કરી છે.

આ મામલે ઈન્ડસ્ટ્રીઝ એન્ડ માઈન્સ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી એમ.કે.દાસે કહ્યું હતું કે, રાજય અને દેશના વિકાસને આગળ ધપાવવા ગુજરાત સરકાર સ્ટાર્ટઅપનું વાતાવરણ ઉભુ કરવા ઈચ્છે છે. ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમીટી વિવિધ સ્ટાર્ટઅપ અને ટેક હોલ્ડર વચ્ચે કડી ઉભી થશે. પરિણામે વ્યાપારીક વિકાસ થશે. આગામી ૨૦૧૯માં વાયબ્રન્ટ ગુજરાત સમીટ માટે આ ટેકનોલોજી સમીટ મહત્વનું બની રહેશે.

ગુજરાત સરકાર ઘણા સમયી ઈનોવેટીવ અને ટેકનોલોજી આધારીત આઈડિયા અને ઔદ્યોગીક એકમોને આવકારી રહી છે. નવા નવા આવિશ્કારો વિકાસ થાય અને રોજગારી વધે તે આવકાર્ય છે. સરકાર આ વખતે સ્ટાર્ટ અપ અને ટેકનોલોજીના વ્યાપ માટે રાજયમાં અતિ મહત્વકાંક્ષી વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમીટનું આયોજન કરવા જઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.