બજેટ અને ઇલેક્શન ની સાથે વાઇબ્રન્ટ નું આયોજન માર્ચમાં થતું હોવાથી બદલીઓ હાલ મુલતવી રખાઈ તેવી શક્યતા.
અબતક, નવીદિલ્હી
સમગ્ર ભારતમાં હાલ કેન્દ્ર સરકાર દ્વારા આઈએએસ માટે નવા પ્લાન અમલી બનાવવા માટે તખ્તો તૈયાર કર્યો છે પરંતુ તેની સામે અનેક રાજ્યો ને વાંધો ઉભો થતાં સરકારનો આ પ્લાન મુલતવી રાખવા માટે માંગ કરવામાં આવેલી છે તો સામે ગુજરાતમાં વાઇબ્રન્ટ મુલતવી રહ્યું છે ત્યારે વાઇબ્રન્ટ નું પૂર્ણ આયોજન માર્ચ મહિનામાં થનારું છે ત્યારે એ વાતની શક્યતા સેવાઇ રહી છે કે માર્ચ બાદ હવે આઇએએસ અને આઇપીએસની બદલીઓ થઈ શકે છે.
બીજી તરફ પહેલી ફેબ્રુઆરીએ બજેટ અને ૧૦મી ફેબ્રુઆરી થી વિધાનસભા ચૂંટણીઓ નો દોર શરૂ થઈ રહ્યો છે ત્યારે ૩૫ જેટલા ગુજરાત કેડરના આઇએએસ અને આઇપીએસ અધિકારીઓને ચૂંટણી બાદ તરીકે ડેપ્યુટ કરવામાં આવેલા છે. જેથી એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે જે આઇએએસ અને આઇપીએસ ના બદલીનો દોર આવવાનો હતો તે કદાચ માર્ચ મહિના બાદ જોવા મળી શકે છે. એટલું જ નહીં આ બંને સિવિલ સર્વિસના અધિકારીઓના પ્રમોશન પણ અટકીને પડેલા છે ત્યારે યોગ્ય સમય ની હાલ સરકાર દ્વારા વાટ જોવામાં આવી રહી હોય તેવું સ્પષ્ટ ચિત્ર સામે આવી રહ્યું છે.
બજેટ અને ઇલેક્શન એકસાથે હોવાના કારણે વડાપ્રધાન અને ગૃહમંત્રી પણ આ કાર્યમાં લાગેલા છે ત્યારે બીજી તરફ માર્ચ મહિનામાં વાઇબ્રન્ટ નું પુનઃ આયોજન થવાના કારણે પણ રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી અંગે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે જેથી એ વાત ઉપર ચર્ચા થઈ રહી છે કે શું આ એસ અને આઇ.પી.એસ.ની બદલીઓ માર્ચ મહિના બાદ થશે કે કેમ ? . એટલું જ નહીં કેન્દ્ર સરકાર દ્વારા જે બદલીઓને લઈ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતા તેનો વિરોધ પણ આશરે પાંચ રાજ્યો દ્વારા કરવામાં આવેલો છે અને સરકારના આ નવા આયોજનને મુલતવી રાખવા માટે માંગ પણ કરવામાં આવેલી છે.
તે પાંચ રાજ્યો દ્વારા સરકારના પ્લાનને મુલતવી રાખવા જણાવાયું છે તેમાં પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરલા અને રાજસ્થાન નો સમાવેશ થયો છે. આ તમામ રાજ્યો નું માનવું છે કે જો કેન્દ્ર સરકાર દ્વારા આઈએએસની બદલી તેના હસ્તે કરવામાં આવે તો રાજ્યોને ઘણી ખરી અસર પહોંચી શકે છે જેથી હાલના તબક્કે આ નિર્ણયને મુલતવી રાખવો જોઈએ અને રાજ્ય સરકાર દ્વારા જે યોગ્ય નિર્ણય લેવામાં આવતા હોય તેને ધ્યાને લેવું જોઈએ.