ગ્રાહક જાગૃતિ, લાંચ શ્વત સહિતની બાબતે લોકજાગૃતિ ફેલાવાશે
શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડે યોજાતા પરંપરાગત લોકમેળાની તડામાર તૈયારી શ થઈ ગઈ છે.ગ્રાઉન્ડમાં ચકરડી, હિંચકા સહિતના ફલોટની ગોઠવણી પ્લોટ માલિકોએ શ કરી દીધી છે. નાની મોટી ચકરડી, આઈસ્ક્રીમ, ખાણી-પીણી સહિતના સ્ટોલ અને પ્લોટ ઉપરાંત લોકમેળામાં સરકારી ખાતાઓને પણ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. જેમાં વેદ પ્રચાર સમિતિ, જિલ્લા શહેરી વિકાસ એજન્સી, જન ક્લ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પુરવઠા કચેરી, ખોરાક ઔષધ નિયમન, બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ, કાનુન માપ અને ગ્રાહકોની બાબત, સહજ ધ્યાન યોગ ટ્રસ્ટ, એન્ટી કરપ્શન બ્યુરો વગેરે પ્લોટ આપવામાં આવ્યા છે.વધુમાં જિલ્લા કાનુની સમાજ મંડળ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર શાખા વિચાર ક્રાંતિ અભિયાન ઈસ્લામ દર્શન કેન્દ્ર જૂનાગઢ, આદીવાસી સીદી પ્રગતિ મંડળ, ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક સુરક્ષા મહિલા મંડળનો પણ સમાવેશ થાય છે.મેળામાં લોકો આનંદ માણવા આવતા હોય છે આ સાથે મેળામાં આવતા લોકોને જ્ઞાન મળી રહે અને જાગૃતિ ફેલાય તે માટેના પણ પ્રયાસો કરવામાં આવશે. ચાલુ વર્ષે લોકમેળાને નામ પણ ‘વાયબ્રન્ટ લોકમેળો’ નામ આપવામાં આવ્યું છે. જેમાં ડિજીટલાઈઝેશનની પણ માહિતી આપવામાં આવશે.આ માટે તૈયારી પણ શ કરી દેવામાં આવી છે.