ગુજરાત વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪ની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. લોકસભાની ચૂ્ંટણી પહેલા જ યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાતની ઉજવણીને શાનદાર બનાવવાની ગણતરી રાખવામાં આવી છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મુંબઇનાં ઉદ્યોગગૃહો અને ઇન્વેસ્ટરોને આમંત્રણ આપવા માટે મુખ્ય પ્રધાન દ્વારા ૧૧મી ઓક્ટોબરે મુંબઇમાં રોડ શો યોજાશે. ગુજરાત વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે મુખ્ય પ્રધાને દિલ્હી ખાતે વાઇબ્રન્ટ સમિટ માટે ઉદ્યોગગૃહો સાથે બેઠકો યાજીને રોડ શૉ પૂર્ણ કર્યા બાદ હવે કાલે મુંબઇ ખાતે રોડ શૉ અને ઉદ્યોગપતિ સાથે વન ટુ વન બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે.
પ્રથમ ભાગમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટીવીએસ, ગોદરેજ, પાર્લે એગ્રો, એલ એન્ડ ટી સહિતની ૧૨ જેટલી મોટી કંપનીઓના ટોચના ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રીની બેઠક: ગુજરાતમાં રોકાણ માટેની ક્ષમતા અને તકો ઉપરાંત ઉદ્યોગ માટેની સરળ નીતિઓ અંગે ઉદ્યોગકારોને માહિતગાર કરવા માટે પ્રેઝન્ટેશન આપવામાં આવશે
દિલ્હી ખાતે યોજાયેલા રોડ શૉમાં જાણીતી ૧૩ જેટલી કંપનીઓએ ગુજરાતમાં મૂડીરોકાણ કરવાની તૈયારીઓ દર્શાવી હતી. આ અંગે જીઆઇડીસીના એમડી રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ રોડ શૉ બે ભાગમાં વહેચવામાં આવ્યો છે. પ્રથમ ભાગમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટીવીએસ, ગોદરેજ, પાર્લે એગ્રો, એલ એન્ડ ટી સહિતની ૧૨ જેટલા જાણીતા ઉદ્યોગપતિઓ સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ વન ટુ વન બેઠક કરશે.
મુંબઈ ખાતે યોજાનારા દ્વીતિય કર્ટેન રેઝર-કાર્યક્રમ અને રોડ શો મુખ્યત્વે બે ભાગમાં આયોજિત કરાયો છે. જેમાં પ્રથમ ભાગમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટીવીએસ, ગોદરેજ, પાર્લે એગ્રો, એલ એન્ડ ટી સહિતની ૧૨ જેટલી મોટી કંપનીઓના ટોચના ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રી વન ટુ વન બેઠક કરશે. જ્યારે બીજા ભાગમાં ૫૦૦થી વધુ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ, મુંબઈ સ્થિત કોન્સોલેટ જનરલ તથા ડિપ્લોમેટ્સ સાથે મળીને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. રોડ શો દરમિયાન મુખ્યમંત્રી, દ્વારા તમામ ઉદ્યોગપતિઓ તથા ડિપ્લોમેટ્સને ગુજરાત ખાતે આયોજિત થનાર વાઇબ્રન્ટ સમિટની વિસ્તૃત માહિતી આપવામાં આવશે. ગુજરાતમાં રોકાણ માટેની ક્ષમતા અને તકો ઉપરાંત ઉદ્યોગ માટેની સરળ નીતિઓ અંગે ઉદ્યોગકારોને માહિતગાર કરવા માટે પ્રેઝન્ટેશન આપવામાં આવશે.સાથે જ છેલ્લા 20 વર્ષની વાઇબ્રન્ટ સમિટ અને ગુજરાતમાં થયેલા વિકાસની ડોક્યુમેન્ટરી ફિલ્મ સહિતનું સાહિત્ય રજૂ કરાશે.