વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ નવમું વાયબ્રન્ટનું નજરાણું ગુજરાતને મળ્યું છે, જે ખરા અર્થમાં ખુબજ ઉપયોગી નીવડશે. વધુ માં તેવો જણાવ્યું હતું કે આ ગુજરાતના ભૂતપૂર્વ અને હાલ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું હતું જે સાકાર થઈ રહ્યું છે.
તેવો એ વાઇબ્રન્ટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આ સ્થળ ઉદ્યોગ માટે ખુબજ મહત્વપૂર્ણ સાબિત થશે અને ગુજરાતના વિકાસને વેગ મળશે. દર વાયબ્રન્ટમાં કંઇકને કંઇક નવું કરવામાં આવતું હોય છે.ત્યારે જે MOU થવાના છે તે ગુજરાત માટે ખુબજ ઉપયોગી સાબિત થશે. જેથી ગુજરાતના લોકોએ વાઇબ્રન્ટનો લાભ લેવો જોઈએ.