સૌપ્રથમ વખત રાઉન્ડ ટેબલ બેઠક યોજાશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગ્લોબલ વેલ્થ ફંડ્સ માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરશે
સમિટમાં પાંચદેશોના વડા,૧૧ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને ૨૨ દેશોનું પ્રતિનિધિ મંડળલેશે ભાગ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ યોજાઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ની નવમી શૃંખલા સંદર્ભે વિશેષ માહિતી આપતાં રાજ્યના મુખ્ય સચિવ ડો.જે.એન.સિંહે જણાવ્યું હતું કે શેપીંગ અ ન્યુ ઇન્ડિયા થીમમ પર યોજાઈ રહેલી આ સમિટ વડાપ્રધાનના નયા ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વનું પગલું બની રહેશે. આ સમિટમાં વેપાર અને નિકાસને મજબૂત બનાવવા, સેવા ક્ષેત્રનો વિકાસ તા યુવાનોની સહભાગિતા અને સશક્તિકરકણ તેમજ નયા ભારતના નિર્માણમાં અગ્રેસર રાજ્ય તરીકે ગુજરાતને પ્રસપિત કરવા જેવી બાબતોને અગ્રતા આપવામાં આવશે.
ડેનમાર્ક, ચેક રિપબ્લિક, ઉઝબેકિસ્તાન, માલ્ટા અને રંવાડા સહિતના ૫ દેશોના વડાઓ વૈશ્વિક સમિટમાં ભાગ લેશે તેમજ ૧૮ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન સાથે ડીનર પણ યોજવામાં આવશે. સમિટની નવમી આવૃત્તિમાં ૧૫ દેશો ભાગીદાર દેશ તરીકે સહભાગી બનશે. જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, ફ્રાન્સ, જાપાન, મોરક્કો, નોર્વે, પોલેન્ડ, સાઉ આફ્રિકા, રીપલ્બિક ઑફ કોરિયા, થાઈલેન્ડ, નેધરલેન્ડ્સ, યુએઈ અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ૧૧ આંતરરાષ્ટ્રીય સંસઓ પણ સહભાગી બનશે જેમાં ધી ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ, કેનેડા ઈન્ડિયા ફેડરેશન, કોમનવેલ્ એન્ટરપ્રાઈઝ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કાઉન્સિલ, ઈન્ડો-ચાઈના ચેમ્બર ઑફ કોમર્સ, ઈન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન, જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન, કોરિયા ટ્રેડ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી, ધી નેધરલેન્ડ્સ ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ટ્રેડ, યુએઈ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ, યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ અને યુ.એસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમ જેવી સંસઓ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગીદાર બનશે.
ભારતના રાજ્યો ઉપરાંત અન્ય કન્ટ્રી સેમિનાર યોજાશે જેમાં ૨૨ દેશોનું પ્રતિનિધિત્વ હશે. સમિટમાં યોજાનારા કન્ટ્રી સેમિનારોમાં જર્મની, કેનેડા, જાપાન, ડેનમાર્ક, નેધરલેન્ડ, સાઉ કોરિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનું પ્રતિનિધિત્વ હશે તેઓ તેમના સામર્થ્ય અને રસના ક્ષેત્રો રજૂ કરશે. આ સમિટમાં વિવિધ દેશોના સેમિનારમાં ભારતીય પ્રતિનિધિઓને વિદેશી સહયોગીઓ સાથે સંવાદ કરવા માટેની શ્રેષ્ઠ તક સાંપડશે, સાથો સાથ વિચારોનું આદાન-પ્રદાન પણ થશે. ઉપરાંત ઔદ્યોગિક વિકાસ, વેપાર અને ટેકનોલોજીની આપ-લેની ઉત્તમ તકો રજૂ કરાશે. જાપાનીઝ, જર્મન, અમેરિકન સહિત અન્ય યુરોપિયન કંપનીઓએ ભારતીય કંપનીઓ સો મેન્યુફેકચરિંગ ટેક્નોલોજી ક્ષેત્રમાં સાથે મળીને કાર્ય કરવામાં વિશેષ રસ દાખવ્યો છે.
આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વિવિધ આઠ રાજ્યો પોતાના રાજ્યોમાં રોકાણની નવીન તકો પ્રસપિત કરવાના હેતુથી સહભાગી થશે. જેમાં આંધ્રપ્રદેશ, હરિયાણ, કર્ણાટક, પંજાબ, ઓડિશા, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્યોમાં આવનાર સમયમાં રોકાણની ઉજ્જવળ તકોની સંભાવના દર્શાવતા વિશેષ સેમિનાર યોજાશે.
નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯માં દેશમાં સૌ પ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોવરિન વેલ્ ફંડ્સના વડાઓ, પેન્શન ફંડ્સ અને સંસકીય રોકાણકારો સો રાઉન્ડ ટેબલ બેઠક યોજી વિચાર-વિમર્શ કરશે. આ સત્રનો ઉદ્દેશ દેશ અને રાજ્યની આંતરમાળખાકીય જરૂરિયાતો માટે ભંડોળ એકત્ર કરવાનો છે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ અંતર્ગત ભારતમાં સૌ પ્રથમ વખત રાઉન્ડ ટેબલ બેઠક યોજાશે. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત વરિષ્ઠ સરકારી પ્રતિનિધિઓ વૈશ્વિક ભંડોળના વડાઓ સો ભારત અને ગુજરાતમાં આ ક્ષેત્રે રહેલી વિવિધ તકો ઉપર વિગતવાર ચર્ચા-વિચારણા કરશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં આ વખતે નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-૨૦૧૯ અંતર્ગત આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં વૈશ્વિક રોકાણકારો માટે પસંદગીનું શ્રેષ્ઠ કેન્દ્ર બનવા ગુજરાતે જે દોટ મુકી છે.
તેનો રોડ મેપ ગુજરાત સ્પ્રિન્ટ ટુ ૨૦૨૨ અંતર્ગત સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ થશે. આ ઈવેન્ટનો મુખ્ય ઉદ્દેશ મુખ્યમંત્રીએ જે સપનું સેવ્યું છે એવા ગુજરાતના ભવિષ્યના ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય વિકાસને પ્રદર્શિત કરીને આ સમિટમાં ગુજરાતની ભાવિ ઔદ્યોગિક શ્રેષ્ઠતાને વિશ્વ સમક્ષ મૂકવાનો છે.
આ સેમિનાર રોજગારી અને ઉચ્ચ શિક્ષણ માટે શહેરમાં સ્થળાંતર કરતા રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત જીવન પ્રદાન કરાવવાની ગુજરાતની ક્ષમતાનો પરિચય કરાવશે. મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ૧૯ જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ આ ઈવેન્ટ યોજાશે.
નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે વૈશ્વિક અગ્રણીઓ અને ઉદ્યોગોના સંચાલકો ગુજરાતમાં મૂડી રોકાણ અંગે વ્યુહાત્મક ભાગીદારી તથા વેપાર અને ઉદ્યોગોમાં વિવિધ તકો વિશે વિચાર-વિમર્શ કરી શકે અને ગુજરાતમાં મૂડી રોકાણ થઈ શકે તે હેતુથી આગામી ૧૯ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ આફ્રિકન ડે- આફ્રિકા દિવસ ની ઉજવણી કરવામાં આવશે. સેમિનારમાં ભારતીય રોકાણકારો આફ્રિકાન દેશોમાં રોકાણ માટેની તકોથી માહિતગાર થશે. ગુજરાત દ્વારા આફ્રિકન દેશોને પૂરી પાડવામાં આવતી તબીબી સેવાઓ અને મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે રહેલી સંભવિત તકો વિશે ચર્ચા કરવામાં આવશે. ગુજરાત પાસે વૈશ્વિક સ્તરની પોષાય તેવી તબીબી સેવાઓ ઉપલબ્ધ છે.
વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં સૌ પ્રથમવાર કેટલીક નવીનતમ ઈવેન્ટ
– સોવરિન વેલ્ ફંડ, પેન્શન ફંડ અને ઈનસ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટમેન્ટ સંસના વડાઓ સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી રાઉન્ડ ટેબલ બેઠક કરીને વિવિધ મુદ્દાઓ પર સીધો સંવાદ કરશે.
– રાત સ્પ્રિન્ટ – ૨૦૨૨ (વર્ષ ૨૦૨૨ તરફ ગુજરાતની વિકાસ દોટ)
– વાયબ્રન્ટ ગુજરાત આફ્રિકા ડે
– મેગા ટ્રેડ શો – બાયર-સેલર મિટ અને વેચાણકારોના વિકાસ માટેનું પ્લેટફોર્મ
– ૨૦ કન્ટ્રી સેમિનાર અને ૭ સ્ટેટ સેમિનાર
– મેઈક ઇન ઇન્ડિયાની સાફલ્યગાા વર્ણવતું પ્રદર્શન
– બંદરો, વ્યાપાર અને નિકાસ પર વિશેષ સેમિનાર
– બીટુબી અને બીટુજીના સીધા સંવાદ માટે ઓનલાઈન અને ઓનસાઈટ નેટવર્કિંગની તકો
વાયબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ અન્ય ફ્લેગશીપ ઈવેન્ટ્સ
*** ૧૭ થી ૨૮મી સુધી દુબઈ શોપિંગ ફેસ્ટિવલની જેમ જ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન
*** સાયન્સ સિટી અમદાવાદ ખાતે ભવિષ્યની ટેકનોલોજીનું પ્રદર્શન અને નાસાના સહયોગી સ્પેસ એકસપ્લોરેશન વિષયક પ્રદર્શન
*** સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરીંગ એન્ડ મેેમેટિક્સ (એસટીઈએમ) વિષય પર રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ
*** ગુજરાતના ૪ શહેરોમાં વાયબ્રન્ટ ગુજરાત યુથ કનેક્ટ ઈવેન્ટ્સ
૧૭ થી ૨૮ જાન્યુ. સુધી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ
અમદાવાદના રીટેલ સેક્ટરને વધુ વિકસાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા દુબઈમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલની તર્જ પર તા. ૧૭ થી ૨૮ જાન્યુઆરી ૨૦૧૯ દરમિયાન અમદાવાદ ખાતે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોપિંગ ફેસ્ટિવલ સનિક વેપારીઓને તેમના ઉત્પાદનો પ્રદર્શિત કરવા માટે એક વૈશ્વિક પ્લેટફોર્મ પૂરૂ પાડશે તા વાયબ્રન્ટ સમિટનાં ઉપલક્ષમાં શહેરમાં આવતા વિશ્વભરના પ્રતિનિધિ-મુલાકાતીઓનો લાભ પણ મળશે. ફેસ્ટિવલમાં બ્રાન્ડેડ ઉત્પાદનો થી લઈને હેન્ડીક્રાફટ ઉત્પાદકો તા શહેરના સનિક વેપારીઓ ભાગ લેશે. શોપિંગ ફેસ્ટિવલમાં હસ્તકલાનું નિદર્શન, મનોરંજન માટે ફિલ્મ, ફૂડ ફેસ્ટિવલ, ફ્લી માર્કેટ જેવી ઈવેન્ટ્સ પણ આયોજિત કરવામાં આવી છે.