વાઇબ્રન્ટ સિરામિક પ્રમોશનની ટીમને સ્પેનમાં હકારાત્મક પ્રતિસાદ
વાઇબ્રન્ટ સિરામીના પ્રમોસન માટે વિશ્વ ભ્રમણ માટે નીકળેલી મોરબીની ટીમ સ્પેન પહોંચી છે અને આગામી તારીખ ૧૨ ના રોજ સ્પેનમાં વાઈબ્રાન સિરામિક સેમિનારનું આયોજન કરાયું છે.
વાઇબ્રન્ટ સિરામિક પ્રમોશન માટે સીઇઓ સંદીપ પટેલ અને ટીમ અત્યારે સ્પેઇનના પ્રવાસ પર છે. સ્પેઇનમા તેમને ખુબ જ હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. સ્પેનની નેશનલ ચેમ્બર ઓફ કોમર્સના ઇન્ટરનેશનલ ડિરેક્ટર શ્રી અલ્ફ્રેડો બોનેટ સાથેની મુલાકાતમા ચર્ચા વિચરણાના અંતે આગામી સમય માટે બંને દેશોના સિરામિક ડેલીગેશનની કોમન કોન્ફરન્સ અને સેમિનારનું આયોજન કરવાનું નક્કી થયેલ છે. CEVISAMAએ દુનિયાનું અગ્રણી સિરામિકસ એક્ષીબિશન છે જે દર વર્ષે સ્પેનના વેલેન્સિયા શહેર ખાતે યોજાય છે.
વેલેન્સિયાં ની પડોશમા કાસ્ટેલોન ખાતે સ્પેઇનનું સૌથી મોટુ સિરામિક ક્લસ્ટર આવેલું છે. આ કાસ્તલોન નગરમા ૧૨ સપ્ટેમ્બરના રોજ CEVISAMAના આયોજનમાં અગત્યની ભૂમિકા ધરાવતા કાસ્ટેલોન ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી વાઇબ્રન્ટ સિરામિક ૨૦૧૭ના સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ પ્રસંગે સ્પેનિશ ચેમ્બર ઓફ કોમર્સ અને મોરબી સિરામિક એસો. વચ્ચે એક ખાસ કરાર કરવામાં આવશે અને આ કરાર મુજબ CEVISAMAએમના એક્ષીબિશન પ્લેટફોર્મ થકી વાઇબ્રન્ટ સિરામિક્સનો સમગ્ર યુરોપમા પ્રચાર પ્રસાર કરશે.
આ પ્રસંગે કાસ્તેલોન અને વેલેન્સિયાના સિરામિક એસો.ના હોદ્દેદારો તથા સભ્યો હાજર રેહશે. સિરામિક ઉદ્યોગમા ચીનને હંફાવવા માટે ભારત અને સ્પેઇનની સિરામિક ઇન્ડસ્ટ્રીના આ સહયોગ કરાર અગત્યનો ભાગ ભજવશે. ખાસ કરીને મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીઝને સ્પેનિશ મશીનરી અને ટેક્નોલોજીનો લાભ મળશે સાથે સાથે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં વેપાર માટે તકો અને સાનુકૂળતા પ્રાપ્ત થશે