રિલાયન્સ, બોધી ટ્રી સિસ્ટમ્સ અને પેરેમાઉન્ટ ગ્લોબલ સાથેની વ્યૂહાત્મક ભાગીદારી ભારતમાં મીડિયા અને એન્ટરટેઈન્મેન્ટ સેક્ટરમાં નવતર પહેલ તથા પરિવર્તન પ્રત્યે કટિબદ્ધ બનતા વાયકોમ18 એ ટીવી18ની સહયોગી તરીકે જારી રહેશે

મુંબઈ, 13મી એપ્રિલ 2023: વાયકોમ18એ  જાહેરાત કરી છે કે, એનસીએલટી મુંબઈ દ્વારા મંજૂરી મળવાને પગલે, રિલાયન્સ સ્ટોરેજ લિમિટેડના તેની સાથેના વિલિનીકરણ સ્કીમના ભાગરૂપે બોધી ટ્રી સિસ્ટમ્સ અને આરઆઈએલ ગ્રુપ એકમોને શેર્સની ફાળવણી કરી છે. આ વિલિનીકરણની પરિપૂર્ણતા બાદ,  જિયોસિનેમાનું વાયકોમ18 સાથેનું જોડાણ પરિપૂર્ણ થયું છે, અને  વાયકોમ18ને તેની આયોજિત વૃદ્ધિ માટે રૂ. 15,145 કરોડની રોકડ સુધી પહોંચ પ્રાપ્ત થશે,

જેમાં આરઆઈએલ ગ્રુપ એકમો દ્વારા યોગદાનના રૂ. 10,839 કરોડ તથા બોધી ટ્રી સિસ્ટમ્સ દ્વારા રુ. 4,306 કરોડના યોગદાનનો સમાવેશ થાય છે. કતાર સલ્તનતના સોવેરિન વેલ્થ ફંડ, કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ક્યૂઆઈએ), બોધી ટ્રી સિસ્ટમ્સમાં મુખ્ય રોકાણકાર છે. આ જોડાણ પરિણામે, વાયકોમ18નું શેરહોલિ્ંડગ આ મુજબ રહેશે:

(1) ઈક્વિટી: ટીવી18 – 50.994%; પેરેમાઉન્ટ ગ્લોબલ – 48.994%; બોધી ટ્રી – 0.011%

(2) સીસીપીએસ: આરઆઈએલ ગ્રુપ એકમો – 82.2%; બોધી ટ્રી – 17.8%

(3) સંપૂર્ણ ડાયલ્યુટેડ આધારે: આરઆઈએલ ગ્રુપ એકમો – 60.37%; ટીવી18 – 13.54%; બોધી ટ્રી – 13.08%; પેરેમાઉન્ટ ગ્લોબલ – 13.01%

આ ભાગીદારી થકી વાયકોમ18 એમએન્ડઈ સેક્ટરમાં નવતર પહેલની સાથે પરિવર્તન લાવી શકશે, જેમાં ઉદય શંકર તથા જેમ્સ મર્ડોક વાયકોમ18ને    માર્ગદર્શન પૂરું પાડશે, જેના પગલે આઈકોનિક મીડિયા બિઝનેસનું નિર્માણ કરવાના તેમના ટ્રેક-રેકોર્ડનો લાભ પ્રાપ્ત થશે. ઉદય શંકરની વાયકોમ18ના બોર્ડમાં નિમણૂંક કરાઈ છે. પેરેમાઉન્ટ ગ્લોબલ શેરહોલ્ડર તરીકે જારી રહેશે અને વાયકોમ18ને તેનું પ્રિમિયમ ગ્લોબલ ક્ધટેન્ટ પૂરું પાડશે. આ અનોખી ભાગીદારી ભારતના સૌથી મોટા ઉદ્યોગસમૂહને એક મંચ પર લાવશે, જેમાં ભારતના બે સૌથી ખ્યાતનામ મીડિયા ઉદ્યોગ માંધાતા તેમજ એક અગ્રણી વૈશ્વિક મીડિયા તથા એન્ટરટેઈન્મેન્ટ કંપનીનો સમાવેશ થાય છે.

વાયકોમ18ની ડિજિટલ-કેન્દ્રિત વ્યૂહરચના અત્યારથી જ ઉત્તમ પરિણામો આપી રહી છે જેના થકી જિયોસિનેમા પર આઈપીએલના પ્રથમ વીકેન્ડની જ વ્યૂઅરશીપ ગત વર્ષે આખી સિઝન દરમિયાન નોંધાયેલી ડિજિટલ વ્યૂઅરશીપના આંકડાને પાર કરી ચૂકી છે. આ પ્લેટફોર્મે એક જ દિવસમાં 2.5 કરોડ+ એપ ડાઉનલોડ્સ, શરુના વીકેન્ડમાં જ 147 કરોડ વીડિયોવ્યૂ તેમજ પહેલી મેચ માટે 1.6 કરોડની પીક ક્ધકરન્સીના સંખ્યાબંધ નવા રેકોર્ડ સ્થાપિત કર્યા છે. આ મજબૂત વ્યૂઅરશીપને પગલે જિયોસિનેમાના એક્સટેન્સિવ ફન-સેન્ટ્રિક યુનિક ફીચર્સ જેવા કે 4કે ફીડ, 12-ભાષામાં કવરેજ, 16 યુનિક ફીડ્સ, હાઈપ મોડ, અને મલ્ટિ-કેમ સેટઅપ, સહિત બીજા ઘણાની લોકપ્રિયતા વધી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.