ભારત માતાની આરતી પૂજા: બાળકોની ગોપી-કિશન સ્પર્ધા યોજાઈ

કચ્છમાં વિહિપ અને બજરંગ દળ દ્વારા વિહિપના સ્થાપના દિવસ તથા જન્માષ્ટમીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ભારત માતાના આરતી પૂજન સાથે ગોપી-કિશન સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જન્માષ્ટમીની પણ ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પશ્ચિમ કચ્છ દ્વારા તા.૧૪ના રોજ અનેક જગ્યાએ અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિતે ભારત માતાની આરતી પૂજા વિગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ તથા લખપત પ્રંખડ માંપણ આયોજન કરવામાં આવ્યું હતું. બજરંગ દળના જિલ્લાના સંયોજક મહેકભાઈ ગોરે અખંડ ભારત વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં મહેકભાઈ સાથે રવિભાઈ શેઠ ગૌરક્ષાના ભાવેશભાઈ પરમાર, ભરતભાઈ રાજગોર, ભાવેશભાઈ ગોસ્વામી, લખપત પ્રખંડના વેલુભા રાઠોડ, આકાશભાઈ ગઢવી, દિલીપભાઈ ભાનુશાલી, નિતેશભાઇ ભાનુશાલી, રાકેશભાઈ ભાનુશાલી, પિયુષભાઈ ભાનુશાલી વિગેરે જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમ પશ્ચિમ કચ્છના પ્રચાર-પ્રસારના સંયોજક વિભુભાઇ સંધવીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.