વિવિધ-ગૌશાળા તથા પાંજરાપોળ મળી ૧પ સંસ્થાઓના કાર્યકર્તાઓ સજજ: હજુ જોડાવવા ઇચ્છુક સંસ્થાઓએ વિહિપ કાર્યાલયનો સંપર્ક કરવો
વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમીતી દ્વારા પરંપરાગત રીતે છેલ્લા ૩૧ વર્ષોથી ભગવાન કૃષ્ણનું ‘જન્માષ્ટમી’ પર્વ ઉજવવામાં આવે છે. અને રાજકોટ શહેરના તમામ રાજમાર્ગો પરથી શોભાયાત્રા કાઢવામાં આવે છે. દર વખતે જુદા જુદા ફલોટ સાથે નીકળતી આ વર્ષની થીમ ‘ગૌરક્ષા’ રાખવામાં આવી હોઇ. આ અંગે ‘અબતક’ ના આંગણે આપીને વિશ્ર્વહિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમીતીએ વિગતવાર માહીતી આપી હતી.આ વર્ષનો મુખ્ય થીમ પણ ગૌ રક્ષાનો હોઇ સૂત્ર આ રહી હૈ આજ ચારો ઔર સે કૃષ્ણ કી પૂકાર, હમ કરેંગે ગૌરક્ષા માતૃભૂમિ કે લીયે અપાર સાથે સમગ્ર રાજકોટના રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળવાની છે ત્યારે આ ધર્મ યજ્ઞમાં જોડાવવા શહેરની તમામ ગૌશાળાઓ, પાંજરાપોળો તત્પર બનીછે. આ વખતે સમગ્ર હિન્દુ સમાજ એક થાય તે માટે સામસાજીક સમરસતાને પણ વિશેષ મહત્વ અપાયું છે. અને વિવિધ ક્ષેત્રીય મહાનુભાવોને વિશેષ આમંત્રીત કરી જન્માષ્ટમી મહોત્સવ સમીતીનમાં આદરભેર સ્થાન અપાયું છે. આ શોભાયાત્રામાં તેમજ વિશ્ર્વ હિન્દુ પરીષદ મહાનગર અઘ્યક્ષ શાંતુભાઇ ‚પારેલીયા, કાર્યકારી અઘ્યક્ષ હસુભાઇ ચંદારાણા, સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાઘ્યક્ષ હરીભાઇ ડોડીયા, બજરંગ દળ ગુજરાતના પ્રમુખ હરેશભાઇ ચૌહાણ, મહાનગર મંત્રી અડવોકેટ નીતેશભાઇ કથીરીયા, જન્માષ્ટી મહોત્સવ સમીતીના અઘ્યક્ષ બાબુભાઇ માટીયા, ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડના અઘ્યક્ષ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયાના સહીતના અગ્રણીઓના સહકારથી અને ગુજરાત સરકારના સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડના ડાયરેકટર મિતલ ખેતાણીના સંકલનથી વિવિધ સંસ્થાઓના ૧પ જેટલા ફલોટસ આ શોભાયાત્રામાં જોડાશે.આ વખતની જન્માષ્ટમી ભગવાન કૃષ્ણનાં જન્મ દિવસે તા. ૧૫ ના રોજ સવારે ૮ વાગ્યેથી મવડી ચોકડથી રાજમાર્ગો પર જન્માષ્ટમીની ભવ્યાતીભવ્ય શોભાયાત્રાનું આયોજનું થવા જઇ રહ્યું છે. વિશ્ર્વ હિન્દુ પરીષદ બજરંગદળના માર્ગદર્શનમાં તેમજ ગૌસેવા અને ગૌચરવિકાસના બોર્ડના અઘ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયા તેમજ જીવદયા ગૌસેવા ક્ષેત્રની સંસ્થાઓનું સંકલન મિતલ ખેતાણી, રમેશભાઇ ઠકકર, પ્રતિક સંઘાણી, ઘનશ્યામભાઇ ઠકકર, પારસભાઇ મોદી, પ્રકાશભાઇ મોદી, એડવોકેટ કમલેશભાઇ શાહ, ભાસ્કરભાઇ પારેખ, સુરેશભાઇ મારવીયા, હેમાબેન મોદી, ધીરુભાઇ કાનાબાર, હિમાંશુભાઇ ચિનોય જીવદયા સંસ્થાનો તથા જીવદયા આ કાય ને સફળ બનાવવા માટે વિશ્ર્વ હિન્દુ પરીષદની આખીયે ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. જે અંગે વધુ માહીતી માટે સંસ્થાના કાર્યાલય પર ધનરાજની કોમ્પલેકસ ગ્રાઉન્ડ ફલોર,ડો. યાજ્ઞીક રોડ, રાજકોટ ખાતે સંપર્ક થઇ શકશે. હજુ પણ કોઇ ગૌ શાળા પાંજરાપોળ જીવદયા સંસ્થાઓ જીવદયા પ્રેમીઓને પોતાનો ફલોટસ મૂકવાની ઇચ્છા હોય તો મિતલ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯) પ્રતિક સંઘાણી (મો. ૯૯૯૮૦ ૩૦૩૯૩) પારસ મોદી (મો. ૯૮૨૪૫ ૦૨૩૪૭) નીતેશભાઇ કથીરીયા (મો. ૯૪૨૭૨ ૨૧૧૨૪) પર સંપક કરવા યાદીમાં જણાવાયું છે.