અંજારના નંદીઘરની મુલાકાત લીધી
વિહિપના કેન્દ્રીય મંત્રી અને પ્રવકતા રાવત કચ્છની બે દિવસની મુલાકાતે છે. તેમણે અંજારના નંદીઘરની મુલાકાત લઈ કાર્યકરોને બિરદાવ્યા હતા.
અંજાર ખાતે ગુજરાતની પ્રથમ નંદીશાળા ઘર શરૂ કરનાર સંત ત્રિકમદાસજી બાપુના નંદી ગ્રામની વિશ્ર્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી એવમ પ્રવકતા દેવજીભાઈ રાવતે મુલાકાત લીધી હતી. ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતુ કે અહીં ૬૦૦ ઉપરાંત નંદીઓની સેવા કરવામાં આવે છે. મહારાજ દ્વારા દેવજીભાઈ રાવતનું તથા સૌરાષ્ટ્ર પ્રાંતનાં ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ પ્રવિણસિંહ કંચવાનું સન્માન કરવામાં આવ્યું અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો હતો.
દેવજીભાઈ બે દિવસની કચ્છની મુલાકાતમાં વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકરો તથા અનેક સંતોની મુલાકાત લીધી હતી.
આ સમય કચ્છ વિભાગ સહમંત્રી દેવજીભાઈ મ્યાત્રા જિલ્લા મંત્રી મહાદેવભાઈ વીરા પૂર્વ જિલ્લાના કાર્યવાહક જયેન્દ્રભાઈ ભાટીયા, રવિભાઈ શેઠ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સંચાલન જિલ્લા મંત્રી મહાદેવ ભાઈ વીરાએ સંભાળ્યું હતુ.