વિશ્ર્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવિણ તોગડિયાએ ફરી એક વખત વડાપ્રધાન મોદીની નીતિ ઉપર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે, લોકોએ તમને અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે સત્તા સોંપી છે. ત્રિપલ તલાક ઉપર કાયદા બનાવવા માટે નહીં.
રામ મંદિરના નિર્માણ માટે સરકારે વટહુકમ કાઢવાની હિમાયત પણ તોગડીયાએ કરી છે. તેમણે કહ્યું છે કે, રામ મંદિર માટે કાયદો ઘડવો જોઈએ. જેનાથી રામ મંદિરનું નિર્માણ ઝડપી શે. ત્રિપલ તલાક મુદ્દે કાયદો ઘડવો કે નહીં તે સરકાર ઉપર છે પરંતુ સરકારે રામ મંદિર મુદ્દે તો કાયદો ઘડવો જ જોઈએ. અમને ન્યાયતંત્રમાં વિશ્ર્વાસ છે પરંતુ જયાં સુધી મંદિર ની બની જતું ત્યાં સુધી કાયદો બનાવવો જોઈએ.
તોગડિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, હિન્દુ સમાજ ઘણા વર્ષોથી રામ મંદિર નિર્માણની ઈંતજારી કરી રહ્યો છે. સરકારે રામ મંદિર બનાવવા માટે કાયદો ઘડવાની તૈયારી કરવાનો મત તોગડીયાએ રજૂ કર્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, વિશ્ર્વ હિન્દુ પરિષદના સુપ્રીમો તોગડીયા ઓરંગાબાદની બે દિવસીય મુલાકાતે છે. તેમની સુરક્ષા માટે ડીએસપી, એસીપી અને પીઆઈ સહિત કુલ ૭ હજાર પોલીસ જવાનોનો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.