વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વિષ્ણુ સતિષ કોકજનો વિજય થયો છે. આ માટે ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ જાહેર થયું છે. ચૂંટણીના પરિણામે પ્રવીણ તોગડિયાને મોટો ઝટકો આપ્યો છે. 52 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. ગુરુગ્રામ ખાતે યોજાયેલી ચૂંટણીમાં મતદાન કરવામાં આવ્યું હતુ.
મહત્વનું છે કે, ગત ડિસેમ્બરમાં ભુવનેશ્વર ખાતે વીએચપીના સદસ્યોની એક બેઠક યોજાઈ હતી અને તેમાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા અધુરી રહી હતી. બે ઉમેદવારોમાં પ્રવર્તમાન આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રાઘવ રેડ્ડી અને હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ ગવર્નર તથા મધ્યપ્રદેશ હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ વિષ્ણુ સદાશિવ કોકજે યથાવત છે. વીએચપીની ચૂંટણીમાં તોગડિયા રેડ્ડીનું સમર્થન કરી રહ્યા છે. વીએચપીના અધ્યક્ષ તરીકે રાઘવ રેડ્ડી સતત ત્રીજી ટર્મ મેળવવા માટે ચૂંટણીમાં ઉતરી રહ્યા છે. વીએચપીમાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષને પરિષદના સદસ્ય મતદાનની પ્રક્રિયા દ્વારા ચૂંટે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષની પસંદગી ચૂંટાયેલા વીએચપીના અધ્યક્ષ દ્વારા કરવામાં આવે છે. રાઘવ રેડ્ડીએ વીએચપી અધ્યક્ષ તરીકેની બે ટર્મમાં તોગડિયાને આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com