આર્થીક ભીસના કારણે વૃધ્ધ માતાની સારવાર માટે અસમર્થ બનેલા મજબુર અને લાચાર પુત્રએ માતાને ઝેર પીવડાવી પોતે પણ ગટગટાવી લીધાનો વીડિયો વાયરલ થતા અરેરાટી
લાચારીએ અત્યાર સુધી અનેક લોકોને પોતાનું મન માનીને વિરૂઘ્ધાભાસ કાર્ય કરવા માટે મજબુર કર્યા છે તેઓ જ એક કિસ્સો રાજકોટમાં નોંધાયો છે. તેમાં પોતાની બીમાર માતાની સારવારમાં ન પહોંચી શકતા લાચાર પુત્રએ અંતે પોતાની માતાની ઝેરી પીવડાવી પોતે પણ ઝેરના પારખાં કરી ને મોત મીઠું કરી લીધું હતું. લાચાર પુત્રએ આપઘાત પહેલા એક કરૂણ વિડીયો પણ પોતાના મોબાઇલમાં શુટ કરી લીધો હતો. જેમાં રડતાં રડતાં પોતે પોતાની આપ વિતી વર્ણવી રહ્યો હતો.
કોઠારિયા રોડ પર આવેલા ઘનશ્યામનગરમાં ચાર દિવસ પહેલાં માતા-પુત્રએ આર્થીક ભીસના કારણે જેરી દવા ગટગટાવી આત્મહત્યા કર્યાની ઘટના બાદ બીમાર માતાની સારવારમાં આર્થીક સંકડામણના કારમે અસમર્થ બનેલા પુત્રએ પોતાની માતાને ઝેરી દવા પીવડાવી દીધાની અને ત્યાર બાદ પોતે ઝેર ગટગટાવ્યાનો વીડિયો વાયરલ થતા માતાની હત્યા માટે મજબુર અને લાચાર બનેલા પુત્ર સામે હત્યાનો ગુનો નોંધાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઘનશ્યામનગરમાં રહેતા અમીનાબેન ગનીભાઇ લીંગડીયા નામના 80 વર્ષના વૃધ્ધા અને તેમના પુત્ર સિકંદર ગનીભાઇ લીંગડીયા નામના 35 વર્ષના યુવાને એક સપ્તાહ પહેલાં આર્થિક ભીસના કારણે ઝેરી દવા પી લીધી હતી. બંનેના સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયા હતા.
મૃતક સિકંદર લીંગડીયાએ આત્મહત્યા પહેલાં પોતાના મોબાઇલમં વીડિયો રેકોર્ડીંગ કરી માતા અમીનાબેન લીંગડીયાની સારવારના ખર્ચ માટે અસમર્થ હોવાથી માતાને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે પણ ઝેર ગટગાવી લીધાનું જણાવ્યું હતું. સિકંદર લીંગડીયાએ પોતાની બહેનને મોકલેલા વીડિયોમાં સિકંદર રડતો હતો અને પોતે માતા વિના રહી શકે તેમ નથી અને માતા અમીનાબેન પોતાના વિના રહી શકે તેમ ન હોવાનુ જણાવી પોતાની મજબુરી અને લાચારી બતાવી હતી.
વિડીયોમાં સિકંદર લીંશગડીયાએ પોતાની માતાને ઝેરી દવા પીવડાવ્યાનું બહાર આવતા ભક્તિનગર પોલીસે મૃતક સિકંદર સામે માતા અમીનાબેનને ઝેરી દવા પીવડાવી હત્યા કર્યા અંગેનો ગુનો નોંધાયો છે.