કોચરબ આશ્રમથી ગાંધી આશ્રમ સુધી પ્રતિકાર યાત્રાનું આહવાહન

હાથરસ પીડિતાના ન્યાય અને સન્માન માટે કોચરબ આશ્રમ થી ગાંધી આશ્રમ સુધી જે પ્રતિકાર યાત્રા નું આહવાહન દસાડા-લખતર ના ધારાસભ્યશ્રી નૌશાદભાઈ સોલંકી એ કરેલ.

IMG 20201008 065548

તે યાત્રામાં કોચરબ આશ્રમ ખાતેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમીતભાઈ ચાવડા, અખિલ ભારતીય અનું. જાતિ ડિપાર્ટમેન્ટ ના ગુજરાત ના પ્રભારી શ્રી નગારેજી, દસાડા લખતર ના ધારાસભ્યશ્રી નૌશાદભાઈ સોલંકી, ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીનભાઈ શેખ, ધારાસભ્યશ્રી ઈમરાનભાઈ ખેડાવાલા, અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના ચેરમેન શ્રી લાલજીભાઈ દેસાઈ ,અમદાવાદ શહેર પ્રમુખ શ્રી શશીકાંત ભાઈ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતાશ્રી તેમજ કોંગ્રેસના પ્રવક્તા શ્રી જયરાજસિંહ પરમાર તેમજ શ્રી મનીષભાઈ દોશી તેમજ ગુજરાત અનુસૂચિત જાતિ વિભાગનાં ચેરમેન શ્રી તરુણભાઈ વાઘેલા અને ગુજરાત પ્રદેશ સેવાદળના મહિલા એકમના પ્રમુખ પ્રગતિબેન આહીર તેમજ કોર્પોરેટરો, સંગઠન પ્રમુખો તેમજ સંખ્યાબંધ મહિલા કાર્યકર્તાઓ અને એક્ટિવિસ્ટો મોટી સંખ્યામાં જોડાયેલ.પોલીસ દ્વારા તમામ લોકોની ખુબજ બેરહેમીપૂર્વક બળ પ્રયોગ કરીને ધરપકડ કરવામાંઆવી હતી. તદ્દઉપરાંત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને યુવા પાટીદાર નેતા શ્રી હાર્દિકભાઈ પટેલ ની તેમના નિવાસસ્થાનેથી જ પોલીસ દ્વારા ધરપકડ કરીને રેલીના સ્થળે જતા બળજબરીપૂર્વક રોકવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.