ઓસ્ટ્રેલિયાની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ: હાલ લાઈફ સ્પોર્ટ સિસ્ટમ પર રખાયા
ન્યૂઝીલેન્ડના પૂર્વ ઑલરાઉન્ડર ક્રિસ ક્રેન્સની હાલત નાજુક છે. તેમન ઑસ્ટ્રેલિયાની હૉસ્પિટલમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ૫૧ વર્ષના ક્રિસની મુખ્ય ધમણીનું અંદરનું પડ ફાટી ગયું છે. ત્યારબાદ તેમને ગત અઠવાડિયા ઑસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરામાં દાખલ કરવામાં આવ્યા છે. ક્રિસ ક્રેન્સની સર્જરી થઈ ગઈ છે અને તેઓ જિંદગી મરણ વચ્ચે જંગ લડી રહ્યા છે. જોકે, તેમની તબિયતમાં સુધારો ન હોવાના અહેવાલો છે. ત્યારબાદ તેમને લાઇફ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. ક્રિસ ક્રેન્સ પર મેચ ફિક્સિંગના આરોપો લાગ્યા હતા અને ત્યારબાદ તેમની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી.
ક્રેન્સ હાલમાં ઑસ્ટ્રેલિયામાં સારવાર લઈ રહ્યા છે અને તેમને આગામી સમયમાં સિડની શિફ્ટ કરવામાં આવે તેવી વકી છે. આ ઑલરાઉન્ડરે ન્યૂઝીલેન્ડ માટે ૬૨ ટેસ્ટ અને ૨૧૫ વન-ડે રમી છે. તેમને વિઝ્ડનને વર્ષ ૨૦૦૦ના શ્રેષ્ઠ ૫ ખેલાડીઓમાં તેમની પસંદગી કરી છે. તેમને દુનિયાના શ્રેષ્ઠ ઑલરાઉન્ડર ગણવામાં આવતા હતા. તેઓ વર્ષ ૨૦૦૪માં ઑલરાઉન્ડર તરીકે ૨૦૦ વિકેટ અને ૩ હજાર રન કરનારના ટોપ-૬ ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું હતું.
ક્રિસ ક્રેન્સની બૉલિંગ સાથે બેટિંગના પણ જલવા ૯૦ના દશકની મેચમાં અનેક લોકોએ જોયા હશે. વર્ષ ૧૯૮૯માં આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મૂકનારા ક્રિસ ક્રેન્સે ન્યૂઝીલેન્ડ માટે ૬૨ ટેસ્ટમાં ૩૩૨૦ રન બનાવ્યા હતા. ૨૧૫ વન ડેમાં તેમણે ૪૯૫૦ રન નોંધાવ્યા છે. આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમણે ૯ શદી ફટકારી અને ૪૮ અડધી સદી ફટકારી હતી.
ક્રિસ ક્રેન્સના કરિયરની ચર્ચા કરીએ તો તો વનડે સાથે ટેસ્ટમાં તેમણે સારું પ્રદર્શન કર્યુ હતું. ટેસ્ટમાં ક્રિસ ક્રેન્સે ૧૩ વાર પાંચ વિકેટ લીધી હતી. એકવાર મેચમાં તેમણે ૧૦ વિકેટ પણ ઝડપી હતી. ક્રેન્સના ડોમેસ્ટિક ક્રિકેટના પ્રદર્શનને ધ્યાને લેવામાં આવે તો તેમણે ૨૧ હજારથી વધુ રન બનાવ્યા છે અને ૧૧૦૦થી વધુ વિકેટ ઝડપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ક્રિસ ક્રેન્સ પર મેચ ફિક્સિંગના આરોપો લાગ્યા હતા. જેમાં પૂર્વ ક્રિકેટર લુઉ વિન્સેટ પણ શામેલ હતા જે ખુદ મેચ ફિક્સિંગના દોષી હતા. વિન્સેન્ટે આરોપ મૂક્યો હતો કે ક્રેન્સે તેમને ફિક્સિંગની ઓફર આપી હતી. જોકે, આ આરોપો ક્યારેય સાબિત થયા નહોતા.
મેચ ફિક્સિંગના આરોપ લાગવાના કારણે તેમની આર્થિક સ્થિતિ પણ વિકટ બની ગઈ હતી. ઘરની જવાબદારી નિભાવવા માટે ક્રેન્સે ઑકલેન્ડ નગરપાલિકા માટે ટ્રેક ચલાવવાની શરૂઆત કરી હતી અને બારમાં પણ કામ કર્યુ હતું.
ક્રેન્સની ક્રિકેટ કારકિર્દી પર નજર
ક્રિસ ક્રેન્સે ૬૨ ટેસ્ટની ૧૦૪ ઇનિંગ્સમાં ૩૩.૫૪ ની સરેરાશથી ૩૩૨૦ રન બનાવ્યા હતા. જેમાં પાંચ સદી અને ૨૨ અર્ધસદીનો સમાવેશ થાય છે. તે જ સમયે, ૨૧૫ વનડેમાં, તેણે ૨૯.૪૬ ની સરેરાશથી ૪૯૫૦ રન બનાવ્યા, જેમાં ચાર સદી અને ૨૬ અર્ધસદીનો સમાવેશ થાય છે. તેણે બે ટી -૨૦ માં ત્રણ રન બનાવ્યા હતા. બોલિંગની વાત કરીએ તો તેણે ટેસ્ટમાં ૨૧૮ વિકેટ લીધી હતી. તેણે વનડેમાં ૪.૮૪ ની સરેરાશથી ૨૦૧ વિકેટ લીધી હતી. આ સાથે જ તેણે ટી-૨૦ માં એક વિકેટ પણ લીધી હતી.