રાજ્યના હવામાન વિભાગે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને 3 જુલાઈ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં સત્તાવાર ચોમાસાના આગમન સાથે તંત્ર એલર્ટ થઇ ગયું છે.
ગુજરાતમાં ફરીથી સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહીના પગલે પ્રિ-પોઝીશનિંગ અંતર્ગત NDRFની 15 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જ્યારે અમદાવાદ શહેરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.