લોકોને ભ્રમ હોય છે કે અન્ય દવાઓની જેમ ગર્ભનિરોધક ગોળીઓ પણ નુકશાનકારક હોય છે. આથી ભારતમાં ખૂબ ઓછી મહિલાઓ આ દવાઓનુ સેવન કરે છે અને ગર્ભ ટાળવા માટે બીજા જ ઉપાયો અપનાવે છે. પરંતુ જાણકારી મુજબ એનાથી કોઇ નુકશાન થતુ નથી ગર્ભટાળવા ઉપરાંત ગર્ભનિરોધક ગોળીઓના ઘણા બીજા લાભો પણ છે.
– પીરીયડ્સના દુખાવામાં રાહત
ગર્ભાશયમાં પ્રોસ્ટેગ્લેડીન નામનો હોર્મોન સ્ત્રાવ હોય છે. આ હોર્મોનનો વધારે સ્ત્રાવ થવાથી પિરિયડ્સના દિવસોમાં દુખાવો થાય છે. કારણ કે તેના લીધે ગર્ભાશય સંકોચાય છે. અને ક્રેમ્પસ બને છે. ગર્ભનિરોધક ગોળીના સેવનથી આવુલેશન ઓછુ થાય છે. અને હોર્મોન સ્ત્રાવ પણ ઓછો થાય છે.
– પિરિયડ્સના ચક્રને નિયત્રિત કરે છે.
તમે એવો વિચાર આવતો હશે કે આવુ કેમ બની શકે. પરંતુ તેને સમજવા માટે આ ગોળીઓના પેકિંગને ધ્યાનથી જોવો. તેમાં ૨૮ ગોળીઓ એક્ટિવ હોય છે. અને ૭ ગોળીઓ અનએક્ટિવ હોય છે જે દિવસોમાં ઇનએક્ટિવ ગોળીઓ લેવામાં આવે છે ત્યારે જ પીરીયડ્સ થાય છે. આથી મહિલાઓ ઇચ્છે તો એક્ટિવ ગોળીઓ વધારે દિવસ લઇને પીરીયડ્સને ટાળી શકે છે.
– કરચલીઓ અને સ્કીન સમસ્યાઓ ઘટાડે
કરચલીઓ અને સ્કીનની સમસ્યાઓ થવાનુ મુખ્ય કારણ હોર્મોન્સનું અસંતુલન હોય છે. આ ગર્ભ નિરોધક ગોળીઓ હોર્મોન્સને સંતુલિત રાખવામાં મદદ કરે છે. આથી સ્કિનને લગતી સમસ્યાઓ પણ ઓછી થાય છે.
– કેન્સરનુ જોખમ ઘટાડે છે.
એક સંશોધન મુજબ ગોળીઓ અને ગર્ભાવસ્થા બને શરીરમાં હોર્મોનના સંતુલન પર સકારાત્મક અસર પાડે છે. તેનાથી એડાશયના કેન્સરનું જોખમ ઓછુ થઇ શકે છે. અને આ કેન્સર એવુ છે કે જેને ઝડપથી શોધી શકાતુ નથી.