આગામી બજેટમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને લેન્ડ ફાયનાન્સનો લાભ મળે તેવી આશા વ્યકત કરતા શાહ
ખેતીની જમીનો બચાવવા માટે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વર્ટિકલ ગ્રોથને પ્રાધાન્ય આપવાનું ‘અબતક’ સાથેની ખાસ મુલાકાત દરમિયાન ક્રેડાઈ ઈન્ડિયાના પ્રમુખ જક્ષય શાહે કહ્યુંં હતું. તેમણે જમીન નહીં પરંતુ આકાશને વેચવા હિમાયત કરી હતી.તેમણે કહ્યું હતુ કે, રિયલ એસ્ટેટ શહેરને બ્યુટીફીકેશન, રોજગારી અને જીડીપી ગ્રોથ આપે છે. હાલ રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીઝને સ્ટેબલ વેપારની જરૂર છે. છેલ્લા બે બજેટમાં સરકારે રિયલ એસ્ટેટ પર ખૂબજ ધ્યાન આપ્યું છે. સરકારે રિયલ એસ્ટેટ ક્ષેત્રને ઈન્ફ્રાસ્ટ્રકચરનો દરજજો આપતા ફાયદો થયો છે.તેમણે ઉમેર્યું હતુ કે, બેંકોનું વલણ રિયલ એસ્ટેટ ક્ષેત્રે નકારાત્મક રહ્યું છે. બેંકો આ ક્ષેત્રને પુરતું મહત્વ આપતી નથી તેવો મત તેમણે વ્યકત કર્યો હતો. તેમણે મકાનો પ્રત્યે હાલ લોકોના વધી રહેલા લગાવ અંગે કહ્યું હતુ કે, આઝાદી બાદ લોકોએ મકાન ઉપર પુરતું ધ્યાન આપ્યું નથી. જોકે છેલ્લા ૮ થી ૧૦ વર્ષમાં લોકોને મકાનની જરૂરીયાત સમજાઈ છે.તેમણે વધુમાં જણાવ્યું હતુ કે રિયલ મેક ઈન ઈન્ડિયા રિયલ એસ્ટેટથી જ શકય છે. શાહે રેરાની આવશ્યકતા અંગે કહ્યું હતુ કે, રેરાની રિયલ એસ્ટેય ક્ષેત્રમાં જરૂર છે. રેરામાં સરકાર વચ્ચે નથી. રેરા એટલે એક પ્રકારે બિલ્ડરો પરનું સેલ્ફ નિયંત્રણ હોવાનું તેમણે વ્યકત કર્યું હતું. તેમણે કેન્દ્ર સરકારના આગામી બજેટમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે મહત્વની જાહેરાત કરશે તેવી આશા વ્યકત કરી હતી. આગામી બજેટમાં લેન્ડ ફાઈનાન્સની દરખાસ્ત થાય તો રિયલ એસ્ટેટ ક્ષેત્રને સ્ટાર્ટઅપ મળી જાય તેવી અપેક્ષા તેમણે એવી હતી.મિલકતોનાં વધતા-ઓછા ભાવ પાછળ ઈન્ફ્રાસ્ટ્રકચરનાં વિકાસમાં અસમાનતા કારણભૂત હોવાનું કહ્યું હતુ, જે સ્થળે ઈન્ફ્રાસ્ટ્રકચર સારૂ રહેશે ત્યાંના ભાવ ઉંચા રહેશે. જોકે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સારા હોવાના કારણે લોકો દૂર સુધી વસવાટ કરવા જતા હોવાનું પણ તેમણે કહ્યું હતુ ટ્રાન્સપોર્ટની સુવિધા ઉપર જમીનનાં ભાવ આધાર રાખતા હોવાનો મત તેમણે વ્યકત કર્યો હતો.આવતા બે વર્ષ રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે કેવા હશે? તે પ્રશ્ર્નના જવાબમાં ક્રેડાઈ ઈન્ડિયાના પ્રમુખ જક્ષય શાહે ‘અબતક’ ને કહ્યું હતુ કે, રેરાથી ક્ષેત્રમાં પારદર્શકતા વધી છે. જેનાથી લોકોનો વિશ્ર્વાસ વધ્યો છે. નોટબંધી બાદ રિયલ એસ્ટેટનાં ભાવ ઘટશે તેવું કહેવાતું હતુ જેનું કારણ આ ક્ષેત્રમાં કૃત્રિમ બુમ હોવાની વાતો હતી જોકે આ વાતો ખોટી પડી છે. જેનાથી લોકોનો વિશ્ર્વાસ વધી ગયો છે.હાલમાં વ્યાજદર ઓલટાઈમ લો છે ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રકચરનો દરજજો પણ છે જેનાથી સાનુકુળ વાતાવરણ બન્યું છે. માટે માત્ર આગામી ૨ વર્ષ જ નહી પરંતુ ૧૦ વર્ષ રિયલ એસ્ટેટ માટે સારા છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં ગુજરાત મુંબઈ જેવી આર્થિક રાજધાની બની જશે તેવો વિશ્ર્વાસ તેમણે વ્યકત કર્યો હતો. ગુજરાતનાં કોસ્ટલ એરિયાનો વિકાસ ખૂબજ મહત્વનો હોવાનું પણ તેમણે કહ્યું હતુ. અત્યારે સરકાર આ ક્ષેત્રે મહત્વના કામ કરી રહી છે. ધીમેધીમે આ ક્ષેત્રનો પણ વિકાસ થશે તેવું તેમણે અંતમાં ઉમેર્યું હતુ.અહી ઉલ્લેખનીય છે કે, બિલ્ડરોની અગ્રીમ હરોળની સંસ્થા ક્રેડાઈનું નૈતૃત્વ યુવાનોના હાથમાં છે. ક્રેડાઈ ઈન્ડિયાના પ્રમુખ જક્ષય શાહ સંસ્થાની જવાબદારી ખૂબજ સારી રીતે નિભાવી રહ્યા છે. ‘અબતક’ સાથેની મૂલાકાતમાં તેમણે સંસ્થાના વિકાસ પાછળ યુવાનોની એનર્જી અને વડિલોનો એકસપીરીયન્સ કારણભૂત હોવાનું કહ્યું હતુ. આ મુલાકાત સમયે ખોડલધામ પ્રમુખ પરેશ ગજેરા, રાજકોટ બિલ્ડર એસો.નાં ચેરમેન ધ્રુવિક તલાવિયા, બિલ્ડર સુજીત ઉદાણી અને જીતુ કોઠારી સહિતના હાજર રહ્યા હતા.