વાત કરીએ એક એવા અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના તોરી ગામમા પાયાની પ્રાથમિક સુવિધા જંખતું તોરી ગામ જયા રોડ રસ્તા,સ્ટ્રીટ લાઈટો,પાણી નો પ્રશ્ન હજુ પણ બાબા આદમ વખતથી અકબંધ છે રોડ રસ્તા હજુ ધૂળીયા જ છે ખરાબ પાણીનો લોકો કરી રહયા છે વપરાશમાં ઉપયોગ ખાબોચિયા માંથી પીવાના પાણી નો ઉપયોગ થઈ રહ્યો છે ગામતળે પાણીના જિલ્લાનું આયોજન થયું એ અટકાવાયું છે લોકો પાણી માટે તોબા પોકારી ઉઠયા છે લોકો પાયાની પ્રાથમિક સુવિધા માટે ટળવળી રહયા છે તોરી ગામની અંદર સ્ટ્રીટ લાઈટો શોભાના ગાઠીયા સમાન છે રોડ,ગટર,પાણી ની પ્રાથમિક સુવિધાઓથી ગામ વંચિત છે.
તોરી ગામેં પાણી મહિને એકવાર આવે તેવું લોકો કહી રહયા છે સ્ટ્રીટ લાઈટો પંચાયત બિલ ના ભરવાના કારણે કનેકશન કપાઈ ગયું છે તલાટી કમ મંત્રી ની નિમણૂક નથી પંચાયતે માત્ર અલીગઢ ના તાળા લટકતા રહે છે ગામમા ગટરો ના અભાવ થી ગંદકી નોત્રાસ જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છેકે આઝાદી ના વરસો ના વ્હાણા વિતિ જવા છતા પાયા ની પ્રાથમિક સુવિધાઓ જંખતુ અમરેલી જિલ્લા નું તોરીગામ અમરેલીના ધારાસભ્ય ચુંટાઈ જતા રાજકીય આગેવાનો આ અમુક વિસ્તારમાં ફરકતા નથી રજૂઆતો માટે પબ્લિક વરસાદની માફક રાહ જુએ છે તોરીગામે પીવાના પાણી ના ફાંફા પડી રહયા છે.
લોકો ગટરના પાણી નો વપરાશમાં કરે છે ઉપયોગ ગંદકીવાળું પાણી પશુઓને પીવડાવે છે ને વાસણ કપડા ગંદા પાણી થી ધોવે છે મહિનામાં એકાદ વખત પીવાનું પાણી આવે છે જેને લોકો સંગ્રહ કરીને પીવે છે આઝાદી ના આટ આટલા વ્હાણા વિતી જવા છતા આજસુધી માં અમરેલી જિલ્લા માં સત્તાઓ ભોગવી રહેલા એકપણ નેતા તરફ થી કે આટલા વરસો થી ચુંટાઈ આવતા ધારાસભ્યો તેમજ જિલ્લા અને તાલુકાના સભ્યો પાસે થી ચુંટણી સમય દરમિયાન મળેલ વાયદા ઓ ,વચનો અને લોલીપોપ સીવાઈ એકપણ જાતની પાયા ની પ્રાથમિક સુવિધાઓ મળેલી નથી લોકો જણાવે છે કે રાત્રે ગામની અંદર અંધાર પટ હોઈ છે લોકોને રાત્રે ભયમા જીવવું પડે છે.
પાણી માટે બબ્બે કિલોમીટર દૂર જાવું પડે છે બાળકોને ભણતર છોડીને પાણી ભરવા જવું પડે છે શ્રીમંતો રૂપિયા આપીને પાણી મગાવે છે મજદૂર લોકોને શુ સમજવાનું દર ઉનાળે પાણીની સમસ્યાથી ત્રસ્ત તોરી ગામના રહેવાસી આ ઉનાળામાં રાહત થાય તેવું વિચારીને વિધાનસભાની ચૂંટણીમાં ખોબલેને ધોબલે મતદાન કર્યું છે પણ પાંચ-પાંચ વર્ષથી ચૂંટાયેલા નેતાઓ એ માત્રને માત્ર મતનો સ્વાર્થ જોઈને લોકોના પ્રશ્ન ને નજર અંદાજ કરી દીધેલ ને માત્રને માત્ર તેના કાર્યકર્તાઓ ઉપરજ ધ્યાન દીધું છે
ઉલેખનિય છે કે તોરી ગામે પીવાના પાણીની ફરીયાદ કરવા છતા જીવન જરૂરિયાત પીવાના પાણી માટે અનેક મુશ્કેલીઓ વેઠી રહેલ તોરી ગામ વિસ્તાર ના લોકોને પડી રહેલ મુશ્કેલીઓથી વાકેફ ગુજરાત સરકારના ચુંટાયેલા વિરોધપક્ષના નેતા કે એકપણ રાજકીય કોંગ્રેસ આગેવાન નેતાઓએ આ વિસ્તારની સંભાળ લેવાને બદલે ગાજવામા ધ્યાન અને કામમાં અટકાયત રૂપે ઉભા રહયા છે તેવું લોકો કહે છે હમેશાં આ વિસ્તાર સાથે હળહળતો અન્યાય કરી લોકોને પશુને અને નાના ફુલકાઓ સહિત ગંદકીના ગંજથી કદબદતા તોરી ગામે અનેક મુશ્કેલીઓની ફરીયાદ સામે આંખ આડા કાન કરી રહેલ આગેવાનો પ્રાથમિક સુવિધાઓ આપવાને બદલે રુકાવટ મા ધ્યાન આપે છે આ વિસ્તાર માં હળહળતો અન્યાય સહન કરી રહેલા મતદાતાઓ ,રિપીટ ધારાસભ્ય શ્રી અને તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત ત્રણેય કોંગ્રેસ હોવા છતાં કોંગ્રેસના સદસ્યોના દર્શન દુર્લભ થયેલા છે.
હમેશા તોરીગામમાં રહેતા લોકો નો ઉપયોગ કરી મત મેળવી વિસરી જવાની ટેવ રાખી રહેલા આગેવાનો આ વખતે ચુંટણી માં આ વિસ્તાર ના વ્હાલા મતદારો વિકાસ માટે પાયાની પ્રાથમિક સુવિધાઓ વધારવા માટે ચૂંટણી સમયે લોલીપોપ આપી છે જેવા આગેવાન ચુંટાઈ ગયા એટલે બધુ ભુલી જવાની બીમારી થાય છે ત્યારે રોષે ભરાયેલા મતદાતાઓની માંગ મુજબ આ વિસ્તાર મા પાયાની પ્રાથમિક સુવિધા અને પાણીનો પ્રશ્ન શોલ નહીં થાયતો વિરોધપક્ષના નેતા અને અમરેલી ના ધારા સભ્ય પરેશ ધાનાણી ના ઘર પાસે ધરણામા બેસશે તોરી ગામના લોકો.
અત્યાર સુધી ગરીબ લોકો ની ખબર સુધ્ધા રાખવામાં નિષ્ફળ ગયેલા આગેવાનો તોરી ગામમા સતત બંધ રહેતી પચાયત નથી કોઈ તલાટી મંત્રી છતાં વિકાસ ને ચુંટણી નો મુખ્ય મુદ્દો બનાવી લોકોની માંગણીઓ ,રોડ-રસ્તાઓ, પાણીની પરેશાની,વિકાસ ની કમી,સ્ટ્રીટ લાઈટો,ગંદકી, રોગચાળો, તેમજ અનેકવિધ પાયાની પ્રાથમિક સુવિધા જંખતું તોરી ગામ નાના ફુલકાઓના ભવિસ્ય ને ધ્યાનમાં લઇ અને લોકો ની દુર્દશાઓ વિશે વિવિધ લોકોનો સમાજનો વિચાર કરીને વિરોધપક્ષના નેતાએ આ ગામની રજૂઆતને ધ્યાનમાં લેવી જોઈએ અને સીધી તોરી ગામની પબ્લિકની મુલાકાત લેવી જોઈએ અને તોરી ગામ સાથે છેલ્લા દશ-દશ વર્ષથી હળહળતો અન્યાય સહન કરી રહેલા ગામના લોકો ને ન્યાય આપવો જોઈએ તો તોરી ગામના લોકોને ન્યાય મળશે કે નહીં તેવો વેધક સવાલ તોરી ગામના સ્થાનિક પબ્લિક કરી રહી છે
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com