ખનીજના અધિકારીઓ ઘ્યાન ન આપતા ખેડુતોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો

ઉપલેટા શહેરના ખેડુતો દ્વારા ભાદર નદીના બનાવાયેલ ચેક ડેમ વરસાદ પડતા લોક ભાગીદારી અને રાજય સરકારના સહાયથી બનેલો ચેક ડેમ તુટી જતાં ખેડુતોને પાક પકાવવો આવનારા દિવસોમાં મુશ્કેલી બનશે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉપલેટને દાડફોડી ગામ વચ્ચે આવેલ ભાદર નદીમાં રાજય સરકારના સરકારથી અને ભાદર કાંઠાના ખેડુતો એ બતાવેલા રૂપિયા પંચાવન લાખનો ચેક ડેમ વરસાદ સામાન્ય પાણીને કારણે તુટી ગયો હતો ચેક ડેમ જયારે બાંધવામાં આવ્યો હતો ત્યારે ભાદર કાંઠાની હજારો વિઘા જમીનમાં પાણીના તર ભરાઇ રહેતા હતા આને કારણે ખેડુતો ઓછા વરસાદમાં પાક પકાવી શકતા હતા અને પાક નિષ્ફળ નહોતો જતો પણ ઉપલેટા તાલુકામાં છેલ્લા પાંચ વર્ષ થયા વેણું, મોજ અને ભાદરમાં ભૂમાફીયા બે ફાર્મ બની બે ધડડક અધિકારીઓની મીઠી નજર  રીતે દરરોજની કરોડો રૂપિયાની ખનીજ ચોરી ઓ થઇ રહી છે આને વિવિધ ચેક ડેમોની આગળ અને પાછળના ભાગમાં રેતીઓ નીકળી જતા ચેક ડેમોની મજબુતાઇ ઘટી જવાને કારણે ગઇકાલે સામાન્ય વરસાદમાં એક ડેમ તુટી જવા પામેલો હતો આ એક ડેમ તુટી જવાને કારણે ભાદર કાંઠાની હજારો વિઘા જમીન હવે પાણી વિહોણી બનશે આને કારણે ખેડુતો ઓછા વરસાદને કારણે પાક પકવી લઇ ઉપજ મેળવતા હતા પણ હવે તે ખેડુતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.

1 53રૂપિયા પંચાવન લાખ નો એક ડેમ તુટી જવાને કારણે તેના મુળમાં ખનીજ ખાતાના અધિકારીઓ જવાબદાર છે આ ખનીજ ખાતાના અધિકારીની મીઠી નજર નીચે દરરોજ ભાદર, મોજ, વેણુ નદીમાં કરોડો રૂપિયા ની ખનીજ ચોરી થાય છે છતાં ખાણ ખનીજ ખાતુ કુંભ કરણની નિંદ્રામાં પોઢે છે ત્યારે ખાણ ખનીજ ખાતાને કારણે ખેડુતોને ભોગવાનો વારો આવ્યો છે ત્યારે જો આ ડેમ તુટવા પાછળની સંપૂર્ણ તપાસ કરવામાં આવે તો ખાણ ખનીજ ખાતાના અધિકારીઓ જવાબદારી ફીટ થાય તેમાં કોઇ શંકાને સ્થાન નથી પણ ખાણ ખનીજ ખાતાના જાણ અધિકારીઓની સાથે સાથે રાજકીય માણસો પણ એટલા જ જવાબદાર બન્ને છે તાલુકામાં આવડી મોટી ખનીજ ચોરી થતા હોવા છતાં છાશવારે ખેડુતો ના નામે ઝંડા લઇને મગરના આંસુ સારવા નીકળતા રાજકીય આગેવાનો કેમ ચૂપ છે તેવો સવાલ લોકોમાં ચર્ચાઇ રહ્યો છે.

ભાદર કાંઠા વિસ્તારના ખેડુત શું કહે છે

રૂપિયા પપ લાખના ખેડુતો અને સરકારની લોક ભાગીદારીથી બનાવેલા ચેક ડેમમાં ભાદર કાંઠા વિસ્તારના ખેડુત અને નગરપાલિકાના પ્રમુખ દાનભાઇ ચેરવાડીયાના સંપર્ક કરતા જણાવેલ કે અમો ભાદર કાંઠાના વિસ્તારના ખેડુતોએ રૂપિયા ઉઘરાવી ચેકડેમ બનાવલો હતો આ વિસ્તાર માં ખનીજ ચોરી બે ફામ થાય છે તેવી માહીતી ખાણ ખનીજ ખાતા રાજય સરકાર અને કલેકટર સુધી વખતો વખત કરેલ અને આ મુદ્દે હાઇકોર્ટે સુધી પણ લડત આપેલ પણ ખાણ ખનીજ ખાતુ આ વિસ્તારમાંથી દર મહિને કરોડો રૂપિયા ઉઘરાવીને ખનીજ ચોરો ને છુટો દોર  આપી દેતા ચેકડેમ ની આગળ અને પાછળના ભાગમાંથી રેતી નીકળી જતા ચેકડેમ ની મજબુતાઇ નબળી પડી ગઇ હતી. આને કારણે સામાન્ય પ્રથમ વરસાદમાં ચેક ડેમ તુટી જવાથી હજારો ખેડુતોને આગામી દિવસોમાં મુશ્કેલી ઉભી થશે.

2 41

અમુક ખેડુતો પણ જવાબદાર છે

એક ડેમ તુટવાની ઘટનામાં જે મુળમાં જોઇએ ભૂમાફીયાઓ ને ખનીજ ચોરી કરવા માટે વાહનો ના રસ્તા કાઢવા પડે છે આ માટે અમુક ખેડુતો વાહન દીઠ ભૂમાફીયાઓ પાસેથી પૈસા લઇ પોતાના ખેતરોમાં વાહન ચલાવવા દે છે ત્યારે આવા ખેડુતો પણ જવાબદાર બને છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.