ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે
કર્યા વોર્ડમાં કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે તે સાંજ સુધીમાં ખબર પડી જશે
રાજકોટ સહિત રાજયની છ મહાનગર પાલિકાની આગામી 21મી ફેબ્રુઆરીના રોજ યોજનારી સામાન્ય ચૂંટણી માટે શનિવારે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો તથા કાર્યકરો વચ્ચે જબરી બલાલ સર્જાયા બાર આજે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ મહાપાલિકામાં આજે ઉમેદવારી ફોર્મની ચકાસણી ચાલી રહી છે. કર્યા વોર્ડમાં કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે તેનું ચૂંટણી ચિત્ર આવતી કાલે સાંજ સુધીમાં સ્પષ્ટ થઇ જશે.
ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે શનિવારે રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અને આગેવાનો વચ્ચે જોરદાર ડખ્ખો થયો હતો. કોંગ્રેસ ઝકેટવિના જ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ફોર્મ ક અને ખ માં પણ ભૂણે હતી. કોંગ્રેસ જેવી સ્થિતી ભાજપમાં હતી. ભાજપના પણ કેટલાક ઉમેદવારોના ફોર્મમાં ભૂલો હતી. આજે જે જગ્યાએ ઉમેદવારી ફોર્મની ચકાસણી ચાલી રહી છે. ત્યાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રાજકોટના 18 વોર્ડ માટે કુલ 539 ઉમેદવારોએ 635 ફોર્મ ભર્યા છે. જયારે જામનગર માટે 342 જેટલા ફોર્મ ભરાયા છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના માન્ય રાજકીય પક્ષોએ સતાવાર ઉમેદવાર સાથે ડમી ઉમેદવારોને પણ ફોર્મ ભરાવ્યા છે. સતાવાર ઉમેદવારનું ફોર્મ માન્ય રહેતા ડમી ઉમેદવારનું ફોર્મ આપો આપ રદ થઇ જશે.
આવતી કાલે ઉમેદવારી ફોર્મ પરત ખૈચવાનો અંતિમ દિવસ છે. બપોરે 3 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે કાલે સાંજ સુધીમાં ચૂંટણી ચિત્ર સંપૂર્ણ પણ સ્પષ્ટ થઇ જશે અને કયાં વોર્ડમાં કેટલા ઉમેદવારો મેદાનમાં છે તેનો ખ્યાલ આવી જશે. આગામી 19મી સુધી સાંજ સુધી પ્રચાર પ્રસાર કરી શકાશે. 21મીએ મતદાન થશે અને 23મીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. આજે સવારે ઉમેદવારી ફોર્મની ચકાસણીની પ્રક્રિયા શરૂ થતાની સાથે જ રાજકોટમાં અલગ-અલગ સ્થળોએ ભાજપ અને કોંગ્રેસનાઆગેવાનો ઉમટી પડયા હતા.
ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટિના પૂર્વ ચેરમેન ઉદયભાઇ કાનગડ, ભાજપના ઉમેદવારો, કોંગ્રેસના મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સમર્થકો અને કાર્યકરો સાથે અલગ-અલગ કચેરીએ પહોંચી ગયા છે. ગત શનિવારે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે થયેલી બબાલ બાદ આજે ઉમેદવારી ફોર્મની ચકાસણી વેળાએ મોટી માથાકૂટ ન સર્જાય તે માટે તકેદારીના ભાગરૂપે તમામ સ્થળોએ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બંને પક્ષોના ઉમેદવારી ફોર્મમાં થોડી ઘણી ભૂલો હોય અધિકારીઓ દ્વારા કયાં પક્ષના કેટલા ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવે છે તેના પર પણ સર્વેની મીટ મંડાયેલી છે. આજે ત્રણ વાગ્યા સુધી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાયેલી રહેશે.