સંયુક્ત રાજ્ય વેરા કમિશનર વિભાગ 10 રાજકોટ તાબાની કચેરીઓના અધિકારીઓ, ઇન્સ્પેક્ટરોને અપાયું તાલિમ સેમિનારમાં માર્ગદર્શન
અધિક રાજ્ય વેરા કમિશ્નર ઓડિટ સંકલન અમદાવાદ તથા જોઈન્ટ કમિશ્નર વિભાગ 10 રાજકોટના સંયુક્ત ઉપક્રમે વિભાગ 10 ના તમામ આસિસ્ટન્ટ કમિશ્નરો તથા તમામ રાજ્ય વેરા નિરીક્ષકોની જીએસટી કાયદા હેઠળ વેપારીઓએ ઓનલાઈન રજૂ કરેલાં ભરેલાં પત્રકોની ચકાસણીની કામગીરી વડી કચેરીની સૂચના મુજબ કંઈ રીતે કરવી તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવા માટે સીપીટી વિષયવાર ત્યાર કરી પ્રોજેક્ટર દ્વારા સમજાવવા માટેનો એક દિવસીય સેમિનારનું તા.28 ને ગુરુવારના રોજ જીએસટી કચેરી બહુમાળી ભવન રાજકોટ ખાતે કરવામાં આવેલ તેનો મુખ્ય હેતુ જીએસટી કાયદા હેઠળ વેપારીઓના ભરેલા પત્રકોની ચકાસણીની એક સૂત્રતા મુજબ થાય અને વેપારીઓને કોઈપણ જાતનો અન્યાય ન થાય અને કોઈ ખોટી વસુલાત ઉભી ન થાય અને અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ખોટા પ્રશ્નો ઉભા ન થાય તે માટે આ સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારમાં ડેપ્યુટી કમિશ્નર એચ.કે.સ્વામી, મહેશ પ્રજાપતિ, બી.બી.ઉપાધ્યાય, યોગરાજસિંહ ભાંભરા, વિશાલ મોચી, સ્વાતિ ઠકકર વિગેરે દ્વારા વિષયવાર તાલિમ આપવામાં આવી હતી.
જીએસટી રીટર્ન સ્ફુટીની એક-દીવસીય તાલીમનું આયોજન વિભાગ-10 તથા 12 ના સંયુક્ત ઉપક્રમે તા. 28 ના રોજ રાજ્કોટ ખાતે કરવામાં આવેલ જેમાં અધિક રાજ્ય વેરા કમિશનર (ઓડીટ સંકલન), ગુજરાત રાજ્ય અમદાવાદથી આર. જી.હદવાણી, સંયુક્ત રાજ્ય વેરા કમિશનર, વિભાગ – 12, ગાંધીધામ વી.એન. ગુર્જર, તથા નાયબ રાજ્યવવેરા કમિશનર, વર્તુળ,22 તથા 23, રાજકોટ તેમજ વર્તુળ – 25, ગાંધીધામ હાજર રહેલ તેમજ રાજકોટ તથા સુરેન્દ્રનગરની કચેરીના સહાયક રાજ્યવવેરા કમિશનર રાજ્ય વેરા અધિકારી તથા રાજ્ય વેરા નીરીક્ષકોને એક દીવસની તાલીમ આપવામાં આવેલ હતી. જેમાં 57 કાયદા હેઠળ કરવામાં આવતી રીટર્ન – સ્કુટીની વિશે તાલીમ આપી તે અન્વયે કરવામાં આવતી કામગીરીની સમજ આપવામાં આવેલ હતી.
તાલીમ મુખ્યત્વે નાયબ રાજ્યવેરા કમિશનર તથા સહાયક રાજ્ય વેરા કમિશન દ્વારા આપવામાં આવેલ તથા અધિકારીઓ નાં પ્રશ્નોનાં નિરાકરણ આપવામાં આવેલ હતા.આ અન્વયે નાયબ રાજ્ય વેરા કમિશનર એચ કે.સ્વામી, વર્તુળ 23, રાજકોટ તેમજ નાયબ રાજ્ય વેરા કમિશનર, મીતેષ પ્રજાપતી, વર્તુળ – 25, ગાંધીધામ દ્વારા સમગ્ર તાલીમનાં આયોજનની જહેમત લેવામાં આવેલ હતી.
સંયુક્ત રાજ્ય વેરા કમિશનર વિભાગ 10 નો હવાલો વી.એન.ગુર્જરના શિરે
ગત તા.25 જુલાઈના રોજ ગુજરાત સરકારના આદેશ મુજબ રાજકોટ ખાતે સયુંકત રાજ્ય વેરા કમિશ્નર વિભાગ 10 રાજકોટ ખાતે ફરજ બજાવતા આર.જી.હદવાણીને અમદાવાદ ખાતે અધિક રાજ્ય વેરા કમિશ્નર ઓડિટ સંકલન તરીકે બઢતી મળેલ છે.
તેમનો વધારાનો ચાર્જ સંયુક્ત રાજ્ય વેરા કમિશ્નર વિભાગ 12 ગાંધીધામના વી.એન.ગુર્જરને સોંપવામાં આવેલ છે.હવે તેઓ જ્યાં સુધી આ જગ્યામાં નવી નિમણુંક ન થાય ત્યાં સુધી આ જગ્યા ઉપર રહીને વધારાનો ચાર્જ સંભાળી જીએસટી ને લગતી તમામ કામગીરી પુરી કુનેહ પૂર્વક સાંભળશે.