નામદાર ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ મોરબી જિલ્લાના ટંકારા, મોરબી, હળવદ અને માળીયા તાલુકાના ડોમિસાઈલ સર્ટિફિકેટની ચકાસણી માટે તા. ૩૧ ઓગષ્ટના રોજ મોરબી અને હળવદ પ્રાંત કચેરી ખાતે કાર્યવાહી કરવામાં આવશે.
ડોમિસાઈલ સર્ટીફીકેટ ચકાસણી સમિતિના અધ્યક્ષની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મોરબી, ટંકારા, હળવદ અને માળીયા તાલુકાના વિદ્યાર્થીઓને ૩૦ જુલાઈ સુધીમાં પોતાના સર્ટિફિકેટ જમા કરાવી દેવા પડશે.
જે તમામ સર્ટીફીકેટની ચકાસણી તા. ૩૧ ના રોજ ૧૧ થી ૧ દરમિયાન રૂમ નંબર ૧૧૨ લાલબાગ તાલુકા સેવાસદન ખાતે મોરબી અને ટંકારાના પ્રમાણપત્રો ચકાસવામાં આવશે.
ત્યારબાદ બપોરે ૧ થી ૨ દરમિયાન હળવદ અને માળીયા તાલુકાના ડોમિસાઈલ સર્ટિફિકેટની ચકાસણી લાલબાગ તાલુકા સેવા સદનમાં રૂમ નંબર ૧૧૮ ખાતે કરવામાં આવનાર હોવાનું સતાવાર યાદીમાં જણાવાયું છે.