ત્રણ લાખ જેવી માતબર રકમ આપવાની ડોકટરે ના પાડી દેતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ: પોલીસે યુવાનના નિવેદન પરથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો
ગીર સોમનાથ જીલ્લા ના વડા મથક વેરાવળ ખાતે ઇલેકટ્રીક કોન્ટ્રાક્ટર ને પોતાની મજૂરીના પૈસા આપવાની ડોકટરે ના પાડી દેતા યુવાને આપઘાત નો પ્રયાસ કરતા ખળભળાટ મચી જવા પામેલ છે. પીડિતે લખેલી સુસાઇડ નોટ મા નામચીન ડોકટર કામ.નુ વળતર ન ચૂકવ્યા ના ઉલ્લેખ થી ખળભળાટ મચ્યો છે અને પોલીસ દ્વારા તપાસ નો ધમધમાટ શરુ કયોઁ છે..
ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ શહેર મા રહેતા મેહુલ શંકરગીરી ગોસ્વામી નામના યુવાને ઝેરી દવા ગટગટાવી આત્મ હત્યા નો પ્રયાસ કરતા તેને સિવીલ હોસ્પિટલ ખસેડાયો હતો ત્યારબાદ વધુ સારવાર માટે હાલ ખાનગી હોસ્પિટલ મા સારવાર હેઠળ છે. પીડિત ના ખિસ્સા માંથી એક સુસાઇડ નોટ મળી આવી જેમાં આત્મ હત્યા કરવા પાછળ નું ચોકાવનારો ખુલાસો થયો છે. પીડિત યુવાને લખેલી સુસાઇડ નોટમા વેરાવળ ના નામચીન ડોકટર રામાવત ના નામનો ઉલ્લેખ કરાયો છે.
પીડિત યુવાને લખેલી સુસાઇડ નોટ મા લખ્યું છે કે તેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી અમુક મહિના પહેલા ડો રામાવત ને ત્યાં તેને કોન્ટ્રાકટર સાથે મળી રામાવત સાહેબ ને ત્યાં ઇલેક્ટ્રિક નું કામ કર્યું હતું પરંતુ મહિનાઓ વીત્યા છતાં ડો રામવાત્તે કામનું વળતર ન ચૂકવયુ અને જવાબો પણ આડા અળવા આપી પૈસા ન આપવાનું કહ્યુ.જેના કારણે પીડિતે આત્મ હત્યા નો પ્રયાસ કર્યો.
બીજી તરફ પોલીસે સુસાઇડ નોટ ના આધારે ફરિયાદ લઇ આખા મામલા ની તપાસ શરૂ કરી છે. હાલ પીડિત યુવાન વેરાવળ ની ખાનગી હોસ્પિટલ મા સારવાર હેઠળ છે. આ બાબતે ડોક્ટર દ્વારા મીડીયા સાથેની વાતચીતમાં પોતે નિદોઁષ છે અને તેઓએ કોન્ટ્રાક્ટર ને રુપીયા આપી દીધા છે તેમ જણાવી રહ્યા છે અને મીડીયા થી દુર ભાગતા નજરે પડયા હતા.
વેરાવળ શહેરમા મેહુલ નામના યુવાન જે ઇલેકટ્રીક ફીટીંગનુ કામ કરે છે તેમણે વેરાવળ ના મધ્યમાં આવેલ ડો.રાણાવત ની હોસ્પિટલ મા ઇલેકટ્રીક નુ કામ કરેલ હતુ અને મોટી રકમ હિસાબની બાકી રહેતી હોય અને આ રુપીયા ડોકટર પાસે અવારનવાર માંગ કરતા તેમને આપવાની ના પાડતા યુવાને આથીઁક ભીસમા આવી જતા ઝેરી દવા ગટગટાવી ને આપઘાત નો પ્રયાસ કરેલ છે આ યુનાનના ખીસ્સામાંથી ડોકટર પાસે નીકળતા પૈસાનો હીસાબ ની સુસાઇટ નોટ નીકળતા તેના પરથી તપાસ હાથ ધરી છે અને યોગ્ય કાયઁવાહી હાથ ધરાશે તેમ ગીર સોમનાથ નાયબ ડીવાયએસપી એમ.એમ. પરમારે જણાવ્યું હતું.