છેલો દિવસ બાદ આઈવીશમાં નીધી પુરોહીત ચમકશે
નિધિ અરુણકુમાર પુરોહિત વેરાવળ ના શેઠ એમ. પી. ગર્લ્સ હાઈ સ્કૂલ ના નિવૃત્ત પ્રિન્સિપાલ અરુણકુમાર પુરોહિત ની દીકરી છે, જેની આગામી ગુજરાતી ફિલ્મ “આઈ વિશ” બીજી જૂન ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. નિધિ છેલ્લા દસ વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં કામ કરી રહી છે. તેણે “છેલ્લો દિવસ”, “હવે થશે બાપ રે” અને શરમન જોશી સ્ટારર ગુજરાતી ફિલ્મ “કોંગ્રચ્યુલેશન્સ” જેવી ગુજરાતી ફિલ્મસ માં ક્રિએટિવ ડિરેક્ટર, સ્ક્રીન વ્રાઇટર અને executive producer જેવી પોઝિશન પર કામ કરેલું છે.
નિધિ ને પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે જેનું નામ “tatvam studios” છે. Tatvam studios હેઠળ નિધિ એ લખી ને ડિરેકટ કરેલી ઇંગ્લિશ wenseries “Neverland” આંતરરાષ્ટ્રીય ધોરણે એવોર્ડ્સ અને ખ્યાતિ પામેલ છે. આ ઉપરાંત નિધિ ની બે directorial webseries પોસ્ટ પ્રોડક્શન માં છે જે જલ્દી રીલિઝ થશે. નિધિ ના પ્રોડક્શન હાઉસ માંથી બનેલી ઘણી ફિલ્મો સામાજિક મુદ્ધાઓ સંબોધે છે, જે એની youtube ચેનલ tatvam પર available છે.
આ ઉપરાંત એક નામી entertainment magazineમાં તેઓ હેડ content editor રહી ચૂક્યા છે. તેમણે Della લેડર્સ ક્લબ માં ફિલ્મ director તરીકે એન્ડ એક ખ્યાતનામ ક્રિએટિવ એજન્સી જોડે વાઇસ પ્રેસિડેન્ટ ઓફ મલ્ટિમીડિયા ડિપાર્ટમેન્ટ તરીકે મુંબઈ માં કામ કરેલું છે. હાલ તેઓ તેમનું પ્રોડક્શન હાઉસ મુંબઈ માં રહી સાંભળી રહ્યા છે.