ખેલૈયાઓ શહેરીજનો સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા
શાસ્ત્રોક્ત મુજબ વિજયાદશમીના દિવસે શશ્ત્રોની પૂજન કરવામા આવે છે ત્યારે ગીર સોમના જીલ્લા ના વેરાવળ ખાતે સમસ્ત ખારવા સમાજ સંચાલીત ક્રીષ્ના ગરબી મંડળ મા ગુજરાત મેરીટાયમ બોર્ડ ના ડાયરેક્ટર તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ પાટણ (સોમના)સનાતન હિન્દૂ સેવા સમાજના પ્રમુખ જીતુભાઇ કુહાડા દ્રારા શશ્ત્રોપૂજન નુ આયોજન કરવામા આવેલ હતુ . જેમા વેરાવળ માછીમાર બોટ એસોસિએશન ના પ્રમુખ ગોપાલભાઈ ફોફંડી તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના આગેવાનો પૃથ્વીભાઈ ફોફંડી, બાબુભાઇ જુંગી, બાબુભાઈ આગિયા, ગીર સોમના જિલ્લાના તેમજ પોરબંદર જિલ્લા ના પ્રચારક દિનેશભાઇ ડોડીયા જે સંઘ ચાલકની જવાદરી સંભાળે છે
ઇશ્વરભાઈ આહરા, નગર કાર્યવાહ પ્રફુલભાઈ હરિયાણી, મનોજભાઈ ટાંક, તેમજ વેરાવળ નગર ના સ્વયંસેવકો, ડો. જયેશભાઇ વઘાસીયા, હિતેશભાઈ રાવત, ભૈતિકભાઈ, કુમારભાઈ વોરા, તેમજ બ્રાહ્મણ સમાજના આગેવાન નવનીતભાઈ ઉપાધ્યાય, તેમજ પાટીદાર સમાજના અગ્રણી રસિકભાઈ પટેલ, તેમજ બ્રાહ્મણ સમાજના અગ્રણી ઉમેશભાઈ પંડયા, તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ તકે ખેલૈયાઓ તથા શહેરીજનો પણ આ કાયઁક્મ મા જોડાયા હતા..