અતિવૃષ્ટિમાં પણ વેરાવળના અનેક વિસ્તારોમાં પીવાના પાણી વિના ટળવળતા લતાવાસીઓ
ભારે વરસાદના કારણે રસ્તાઓમાં મસમોટા ગાબડા પડતા પાણીના ટેન્કર પહોંચાડવામાં મુશ્કેલી
વેરાવળ શહેરમાં આવેલ વોર્ડ નં. ૫ માં આવેલ ગરીબ વસ્તી ધરાવતો ગોદરશા તળાવ વિસ્તારની મુલાકાત મહિલા કોર્પોરેટર નિર્મળાબેન ચાવડાને સાથે રાખીને મુલાકાત લીધી હતી અને આશરે સો થી વધારે આવેલ રહીશો ની રૂબરૂ મુલાકાત લઈ પ્રાણ પ્રશ્નો પરત્વે પરિસ્થિતિનો અંદાજ મેળવવા પ્રયાસ કરાતા આ વિસ્તારમાં ભારે વરસાદના કારણે છેલ્લા ૨૦ દિવસથી પીવાનાં પાણીથી વંચિત રહેવા પામેલ છે આ અંગે ટેન્કર ચાલકને રજુઆત કરાતા ખરાબ રસ્તાઓ નાં કારણે પાણીનાં ટેન્કરો પહોંચી શકે તેમ નથી તેવું જાણવા મળેલ છે, ખરી હકીકતે ભારે વરસાદના કારણે રસ્તાઓ માં મોટા-મોટા ખાડા પડી જવાના કારણે તેમજ કડ સમાન પાણી ભરવાના કારણે પાણીના ટેન્કરો દ્વારા પુરૂ પડાતું પીવાનું પાણી છેલ્લા ૨૦ દિવસથી બંધ છે જેના કારણે આ સોસાયટીના રહીશો પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહેલ છે, જેથી સત્વરે રસ્તા રીપેર કરવા અને પીવાના પાણી ની યોગ્ય વ્યવસ્થા કરવા માંગણી કરવામાં આવી હતી ત્યારે આ તકે ઉષાબેન કુસકીયાએ તંત્ર સમક્ષ યોગ્ય રજુઆત કરી યોગ્ય કરવા ખાતરી આપી હતી અને આવતી કાલે મહિલાઓ દ્વારા તંત્રના જવાબદારોને લેખીત આવેદન પાઠવી આ બાબતે યોગ્ય કરવા રજુઆત કરવામાં આવનાર હોવાનું અખબાર યાદીમાં જણાવાયું છે.