કિશોરીને પ્રેમજાળમાં ફસાવી ઉઠાવી ગયાનો ગુનો નોંધાયો’તો
અબતક, અતુલ કોટેચા , વેરાવળ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની શિક્ષક કોલોનીમાં રહેતી સગીરાને પ્રેમઝાળમાં ફસાવી અપહરણ કરી ગયાની ઘટનામાં સીટી પોલીસ મથકના સ્ટાફે ગણતરીના કલાકોમાં આરોપીને ભોગ બનનાર સાથે શાપર-વેરાવળથી પકડી પાડી અને તેને મદદ કરનાર બે શખ્સોની ધરપકડ કરી પ્રોકસો અને અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
પોલીસમાંથી મળતી વિગત મુજબ થોડા સમય પહેલા ઉમંગ જગુભાઇ બારીયા નામનો શખ્સ સગીરાનું અપહરણ કરી ગયો હોય પીઆઇ ડી.ડી.પરમાર, સ્ટાફે ટીમો બનાવી આ શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. બાદમાં પીએસઆઇ આર.એસ. સુવા, ગીરીશભાઇ, અરજણભાઇ સહિતની ટીમ બાતમીના આધારે વેરાવળ (શાપર) પહોંચી હતી. જ્યાંથી ઉમંગને ઝડપી લીધો હતો. આ ઉપરાંત સગીરાને ભગાડી જવામાં મદદગારી કરનાર અવિનાશ ગીરધારીલાલ શર્મા અને વિરેન રમેશભાઇ ભુટીને ઝડપી લઇ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીમાં એસ.બી. મુસાર, જેઠાભાઇ કટારા, પીઠરામભાઇ જેઠવા, અરજણભાઇ ભાદરકા, કેશવભાઇ, કૃણાલભાઇ, પ્રદિપસિંહ ખેર, કમલેશભાઇ, અશોકભાઇ, પ્રવિણભાઇ, રવિભાઇ, મયુરભાઇ સહિતનો સ્ટાફ જોડાયો હતો.