વેરાવળમાં રહેતા આ આધેડની પાસેથી દસ હજાર રૂપિયાની મતા લઇ લગ્ન કરાવી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો.જો કે નિકાહ કર્યાના બીજાજ દિવસે નવી દુલ્હને ઘર ચલાવવાની ના પાડી ોદીધી હતી. મામલો બિચકતા આખરે પોલીસ સ્ટેશને પહોચ્યો હતો જયાં પોલીસની સતર્કતાના કારણે ફરીયાદ નોંધાવવા આવનાર જ આપોરી નીકળી હતી.

59 વર્ષીય ઇબ્રાહીમ મુસાભાઇ મુકાદમને ચાર સંતાનો છે. પત્નીનું દોઢેક વર્ષ પહેલા હ્રદયરોગના હુમલાના કારણે નિધન થઇ ગયું હતું. સંતાનોમાં ત્રણ પરિણીત છે જયારે અન્ય એકના વેવિશાળ થયા નથી.

40 હજારમાં બીજા લગ્ન કરાવી આપવાનું વચન અપાયુ, લગ્ન પણ થયા પરંતુ લગ્નના બીજા જ દિવસે પત્નિએ રંગ દેખાડતા મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો

બીજા લગ્ન કરવા માટે ઇબ્રાહીમભાઇને અંકલેશ્ર્વરના રહેવાસી ઇરફાન યુસુફભાઇ શેખનો સંપર્ક થયેલ હતો. ઇરફાનભાઇએ 40 હજારમાં બીજા લગ્ન કરાવી આપવાનું વચન આપ્યું હતું. ઝાડ ઉપર જ છોડકી ટીંગાયેલી હોય એમ ઇરફાનભાઇએ તાત્કાલીક ક્ધયાનો બંદોબસ્ત પણ કરી દીધો હતો. આ છોકરીની સુરતની હતી. બન્ને એકબીજાને પસંદ આવતા વેરાવળમાં નિકાહ ગોઠવી નાખ્યા હતા.નિકાહ કરવા માટે થઇને ઇબ્રાહીમભાઇએ રૂપિયા પાંત્રીસ હજારનીસોનાની વીંટી તથા રૂપિયા પંદર હજારના કપડા અને કટલેરીનો સામાન લઇ આપેલ હતો. જે પછી બે દિવસ પહેલા વેરાવળમાં નિકાહ કરવામાં આવ્યા હતા. નિકાહ થયા બાદ લુંટેરી દુલ્હનનો અસલી ચહેરો સામે આવવા લાગ્યો હતો.

નિકાહના બીજા જ દિવસે શાઇમાબેનના મોટાબાપુ ગુજરી ગયા હોય પીયર જવાનું શોહરને કહ્યું હતું કે શાઇમાબેન આ કહેતાની સાથે જ સોના ચાંદીના દાગીના પેક કરવા લાગ્યા હતા જયારે ઇરફાનભાઇ યુસુફભાઇ શેખ, જેમણે નિકાહની ગોઠવણ કરી આપી હતી તેમણે પણ બાકી રહેલા ત્રીસ હજાર રૂપિયા માગ્યા હતા. એક સાથે આ બન્ને વસ્તુ સામે આવતા ઇબ્રાહીમભાઇને શંકા ગઇ હતી.

ઇબ્રાહીમભાઇએ પોતાની શંકાનું સમાધાન કરવા માટે આપણે કાલે જઇશું તેવું બીજી પત્નીને કહ્યું હતું આ વાત પર શાઇમાબેન ગુસ્સે ભરાયા હતા અને તારું ઘર ચલાવવું નથી એવી વાત કરવા લાગ્યા હતા. જે પછી તેઓ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. જયાં બોલાવતા આખે આખી ઘટનાઓચિતાર સામે આવી ગયો હતો. પોલીસે હાલ આ બેઉ ગેગે કેટલાને બાટલીમાં ઉતારી નાખ્યા છે તેની પણ પુછપછર કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.