- માનવ સેવા સાથે પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ
રાજ્ય સરકારની 108 ની સેવા સંખ્યાબંધ લોકોને ત્વરિત તબીબી સેવા પૂરી પાડી નવજીવન આપતી હોવાથી વિશ્વાસ અને ચોક્કસાઈનો પયાર્ય બની ગઇ છે. જાહેર માર્ગો પર અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સારવાર આપતા સમયે તેમની સાથે કોઈ સગા સંબંધી હાજર નહીં હોય તે પરિસ્થિતિમાં તેમની પાસે રહેલ કિંમતી મુદામાલ સાચવીને રાખી લેવામાં આવે છે. જે દર્દીના પરિવારજનોને રૂબરૂ બોલાવી 108 પરિવાર દ્વારા પરત કરાય છે.
108ની ટીમ દ્વારા સારવારની સાથો-સાથ ફરજનિષ્ઠ કર્મીઓ દ્વારા તેમની સાથેના કિંમતી વસ્તુઓ સોંપવાનો એક પ્રેરણાત્મક કિસ્સા વિશે વિગતો આપતા 108 ટીમના અમરેલી જિલ્લાના અધિકારી અમાનતઅલી નકવી એ જણાવ્યું હતું કે, સાવરકુંડલા – મહુવા હાઇવે પર આવેલા નાના આશરણા ગામ ના બસ સ્ટોપ પાસે અંદાજિત 19:41 કલાકે એક બાઈક અને આખલા વચ્ચે અસ્માત થયો હતો. અકસ્માત મા ઘવાયેલ બાઈક ચાલક ને સારવાર માટે 108 માં જાણ કરાઇ હતી.
108 મા જાણ થતાંજ વિજપડી 108 ની ટીમ ના ઈ.એમ.ટી. વાલજી શિયાળ અને પાયલોટ રફીક શેખ સાથે ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળ પર પહોંચી ઘાયલ દર્દીને સારવાર પૂરી પાડી હતી. આ તકે તેઓને 108 એમ્યુલન્સ મારફત સારવાર આપી મહુવા હનુમંત હોસ્પિટલમા ખસેડ્યા હતા. ઈ.એમ .ટી. વાલજી શિયાળ અને રફીક શેખ દર્દી અશોકભાઇ માધાભાઇ જોળીયા ના પરિવારજનોને જાણ કરી મહુવા હનુમંત હોસ્પિટલ ખાતે અંદાજીત રૂ. 13,610/- રોકડા અને મોબાઈલની અંદાજીત કિંમત રૂ. 15,000, તેમજ બેંક એ.ટી.એમ. કાર્ડ, આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, કોવિડ સર્ટિફિકેટ સાથે ના જરૂરી ડોક્યુમેન્ટસ હોસ્પિટલમાં તેમના સગા નાના ભાઈ ને સુપરત કરવામાં આવ્યું.
આ તકે ઘાયલના પરિવારજનોએ 108ની ટીમની સરાહનીય કામગીરીથી પ્રભાવિત થઈ આભાર માન્યો હતો. તેમજ આવી ઉત્કૃષ્ટ અને પ્રામાણિક કામગિરી કરવા બદલ 108 ના પ્રોગ્રામ મેનેજર ફૈયાઝ પઠાણ અને અમરેલી જીલ્લાના 108 ના અધિકારી અમાનતઅલી નકવી દ્વારા તેમને બિરદાવવામાં આવ્યા હોવાનું અનિષ રાચ્છ સોશ્યલ એકટીવિસ્ટ યાદી માં જણાવેલ હતું..