ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ મા સ્વાઇન ફલુ ના કારણે બે વ્યક્તિઓ ના રાજકોટ સારવાર દરમિયાન મોત નિપજયા છે અને હાલમા વેરાવળ ના મધ્યમાં આવેલ ગોકુલધામ સોસાયટી મા એક વ્યકિતને સ્વાઇન ફલુ થતા હાલમા રાજકોટ ખાતે સારવાર હેઠળ છે ત્યારે ગોકુલધામ સોસાયટી મા કોઇ પણ વ્યકિત સ્વાઇન ફલુ ના ભરડામાં આવી ન જાય તે માટે નગરપાલિકા દ્રારા પણ સાફ સફાઇ અને ડીડીટી છંટકાવ કરેલ હતો અને આજરોજ અબઁન હેલ્થ સેન્ટર દ્રારા ફ્રી નિદાન કેમ્પ તથા ઉકાળો નુ આયોજન કરવામા આવેલ હતુ જેમા ચાર ડોકટરની ટીમ દ્રારા લોકોની તપાસ કરી જરુરી દવાઓ તથા સ્વાઇન ફલુ બાબતે માગઁદશઁન આપવામા આવેલ હતુ.
વેરાવળ ની ગોકુલધામ સોસાયટી મા એક કેસ પોઝીટીવ નોંધાયો છે જે હાલ રાજકોટ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવેલ છે જે સંદભેઁ આ સોસાયટી મા અન્ય લોકોમાં સ્વાઇન ફલુ ના લક્ષણો છે કે કેમ તેની તપાસ અથેઁ આજરોજ એક વિનામુલ્યે નિદાન કેમ્પ રાખવામા આવેલ હતો જેમા ૧૦૦ થી વધુ લોકોએ લાભ લીધો અને જરુરી દવાઓ તેમજ ઉકાળો પણ આપવામા આવેલ હતો.
ગીર સોમનાથ જીલ્લા નુ વડુ મથક મા હાલમા પણ લોકો શરદી , ઉધરસ , તાવ જે સ્વાઇન ફલુ ના લક્ષણો કહેવાય તેનાથી તો મોટા ભાગના લોકો પીડાઇ રહ્યા છે અને અત્યાર સુધી બે વ્યક્તિ ના મોત અને એક પોઝીટીવ કેસ નોંધાયા છે ત્યારે આરોગ્ય વિભાગની ટીમ પણ હરકત મા આવી છે અને સ્વાઇન ફલુ અંગેની જાગૃતિ અભિયાન ચલાવી રહેલ છે .