- સવારે પ્રભાત ફેરી, બપોરે સમૂહ પ્રસાદ અને સાંજે સત્સંગ તેમજ આરતી સ્પર્ધાનું કરાયું આયોજન
- સિંધી સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા ,42 બહેનોએ આરતી સ્પર્ધામાં ભાગ લીધો
વેરાવળમાં સંત શિરોમણી પ.પૂ.સ્વામી લીલાશાહ મહારાજની 145મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.સમગ્ર દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા.
વેરાવળમાં સિંધી સમાજના સંત શિરોમણી પ.પૂ.સ્વામી લીલાશાહ મહારાજની 145મી જન્મજયંતીની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.સૌ પ્રથમ વહેલી સવારે પ્રભાત ફેરી ત્યાર બાદ આરતી,સત્સંગ,હવન તેમજ સમૂહ જનોઈ નું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ સાંજે પણ ઝૂલેલાલ બાલક મંડળી દ્વારા સત્સંગ અને બહેનો માટે આરતી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર દિવસ દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વામી લીલાશાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
સ્વામી લીલાશાહ આશ્રમ ખાતે બહેનો માટે આરતી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કુલ 42 જેટલી બહેનોએ અવનવી રીતે આરતીની થાળીઓ સજાવી ભાગ લીધો હતો.આ તકે સૌથી શ્રેષ્ઠ આરતી તૈયાર કરનાર 3 બહેનો ને તેમજ ભાગ લેનાર તમામ બહેનોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે પણ મર્કેન્ટાઇલ બેંક, સ્વ .જસવંતીબેન ભેડા, જગદીશભાઈ ફોફંડી અને જ્ઞાનભાઈ ભાનુશાળીના સહયોગથી નિઃશુલ્ક છાશ કેન્દ્ર પણ ઉનાળાના ત્રણ માસ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
અહેવાલ: અતુલ કોટેચા