- બ્રિજ અને નાલાના નીચેના ભાગમાં JCB અને ટ્રેક્ટરની ૮ ટુકડીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું
ગીર સોમનાથ ન્યૂઝ : વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકા ટીમ દ્વારા પ્રીમોનસૂન કામગિરી શરૂ કરવામાં આવી છે . શહેરના મુખ્યમાર્ગ જુનાગઢ હાઇવે પર આવેલ દરેક બ્રિજ , નાલાના નીચેના ભાગમાં પાણીના વેણના અવરોધો દૂર કરવા માટે આજરોજ પ્રમુખ પ્રતીનિધી જયદેવભાઈ જાની , ઉપપ્રમુખ જયેશભાઈ , કારોબારી પ્રતિનિધી રાજેશભાઈ બાંધકામ સમિતીના ચેરમેન દિક્ષિતાબેન અઢિયા JCB અને ટ્રેક્ટર ની ૮ ટુકડીઓ લઇ સફાઇ અભિયાન શરૂ કરાવવામાં આવ્યું હતું .
ગતવર્ષની જેમ રેયોનની દિવાલપાસેના ભાગમાં પાણી નરોકાય પાણીના નિકાલ માટે દિક્ષિતાબેન અઢિયા કરેલ રજૂઆતથી રેયોન મીલ દ્વારા પાકી કેનાલના નિર્માણ કરાવ્યા બાદ ક્લેક્ટર ડી.ડી. જાડેજા સાહેબ દ્વારા ફેક્ટરી આસપાસનો વિસ્તાર પણ તાત્કાલિક ચોખો કરવા ફેક્ટરીના અધીકારીઓને કડક સૂચન કરેલ છે .
શહેરના જુદા જુદા વિસ્તારની ગટરો સફાઈ કરવા માટે પાલિકા દ્વારા ૪ ટીમો બનવામાં આવી છે . સમગ્ર કામગીરીમાં શરૂવાત થીજ જિલ્લા કલેકટર શ્રી ડી.ડી.જાડેજા સાહેબ શહેરના કામ માટે હંમેશા પોતાની પૂરી ટીમ સાથે ખડેપગે હાજર રહેશે તેમજ શહેરની બારના ભાગ પર હાઇવે પર વરસાદી પાણીના નિકાલ તેમજ દેવકાનદી સફાઈમાં કામગીરી પોતાની ટીમ દ્વારા પૂરજોશમાં શરૂ કરેલ છે .
અહેવાલ : અતુલ કોટેચા