હવે સરકાર દ્વારા આપવામાં આવતો લાભ સીધો ખેડૂતોને જ મળે છે જે સરકારની પૂર્ણ સફળતા છે: મંત્રી
અબતક, અતુલ કોટેચા, વેરાવળ
કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ક્ધઝ્યૂમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન એન્ડ ટેક્સટાઈલ કેન્દ્રીય મંત્રી શ્રી પિયૂષભાઈ ગોયલે ગીર સોમનાથની મુલાકાત લીધી હતી. અહીં મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, કાજલી ખાતે વેપારીઓ અને ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
સરકારની જગતના તાત પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે. સરકાર અને એપીએમસી સાથે મળી એક પારદર્શક વ્યવસ્થા ઉભી કરી છે અને ખેડૂત-વ્યાપારી તેમજ એપીએમસી એક ભાઈચારાના વાતાવરણ સાથે કામ કરી રહી છે.
આ કાર્યક્રમની શરૂઆતમાં એપીએમસી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ ચેરમેને મંત્રીશ્રીનું સોમનાથ મહાદેવની તસવીર પ્રતિકૃતિ આપી અભિવાદન કર્યુ હતું. જે પછી કેન્દ્રીય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં ખેડૂતોએ મગફળી, નારિયેળનું ઉત્પાદન, ચણા, સોયાબીનનું ઉત્પાદન, કઠોળના ભાવ, કોમોડિટી, ટેકાના ભાવ વગેરે વિશે સૂચનો સહ સંવાદ સાધ્યો હતો.
આ પહેલા હેલિપેડ પર પ્રભારીમંત્રી અરવિંદભાઈ રૈયાણી સહિત ગીર સોમનાથના પદાધિકારીઓ અને અધિકારીઓએ મંત્રી નું ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું. જે પછી મંત્રી એ બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ એવા દેવાધિદેવ મહાદેવને શીશ ઝૂકાવ્યું હતું અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કાજલી ખાતે પદાધિકારીઓ સાથે મિટિંગ પણ યોજી હતી.
મંત્રી ની મુલાકાત દરમિયાન પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર, પૂર્વ બીજ નીગમ ચેરમેન રાજશીભાઈ જોટવા, જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજા, વેરાવળ નગરપાલિકા પ્રમુખ પિયૂષભાઇ ફોફંડી, જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ,જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શુ મંત્રીની મુલાકાત રસ્તાની હાલત સુધારશે?
અબતક, જયેશ પરમાર, સોમનાથ
વેરાવળમાં કાજલી માર્કેટ યાર્ડમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ભારતીય જનતા પાર્ટી ની વિવિધ બેઠકો લેવા માટે આવ્યા છે. ત્યારે શું માર્કેટ પાસે ના પુલની બિસ્માર સ્થિતિ તથા બિસ્માર રોડ રસ્તા પર ચડતી ધુડની ડમરી થી લોકોના સ્વાસ્થ્યને થતા નુકસાન માટે કોઈ પણ હિંમત કરીને આ પરિસ્થિતિ વાકેફ કરાવશે ખરા જ શું ખરા જનસેવકો ને કાર્યકર્તાઓ પ્રજાજનો ને પડતી મુશ્કેલી ને જનવાચા ના મુદાઓ કેન્દ્રીય મંત્રી સમક્ષ મુકશે કે ખાલી ટિકિટ માટે નીજ વાત કરશે