વેપારી એસો.ની પીઆઈ સાથે યોજાઈ મીટીંગ
વેરાવળમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધુ ન ફેલાય અને તકેદારીના ભાગરૂપે એસ.પી.ની. સૂચના અનુસાર પીઆઈ પરમાર તેમજ પોલીસ વિભાગ દ્વારા શહેરમાં માસ્ક ન પહેરનારને સખત દંડ કરવામાં આવી રહ્યો છે. જે અન્વયે વેરાવળ વેપારી એસો. ભાઈઓએ જાગૃત નાગરીક તરીકે ફરજનાં ભાગરૂપે દુકાનોના સ્ટાફ અને ગ્રાહકોએ પણ ફરજીયાત માસ્ક પહેરવાનું નકકી કર્યું છે. ઉપરાંત વેપારી એસો.ની સમસ્યાનું નિરાકરણ કરવા પીઆઈ પરમાર સાથે વેપારીઓની મીટીંગ યોજાઈ હતી. હાલ વેરાવળ મા ફરજીયાત માસ્ક ના નિયમ તળે ઓફીસ પર એકલા હોય તે સમયે ઓફીસ કે દુકાન મા પ્રવેશી પોલીસ વિભાગ દ્વારા દંડ નિ ફરજ પાડવામા આવી હોય તેના અનુસંધાને વેપારીઓ અનિષ રાચ્છ, મુકેશ ચોલેરા, ગીરીશ હીરવાણી, અજય રૂઘાણી (મશરૂ ગેસ) મનુભાઈ લાલવાણી, રાજુભાઈ એ કરેલ રજુઆત જે સંદર્ભે પોલીસ વિભાગ દ્વારા આ રજુઆત ને માન્ય રાખી વેપારીઓ સાથે સહકાર ના અભિગમ થી લેવાશે તવિ ખાત્રી આપી છે પંરતુ જાહેર મા માશ્ક અનિવાર્ય ના નિયમ તળે કાર્યવાહી કરીશું તેવો નો માસ્ક, નો એન્ટનો અભિગમ અપનાવ્યો હતો.