ચેરમેનપદે નવીનભાઇ શાહ, મેનેજીંગ ડિરેકટર પદે ડો. કુમુદચંદ્ર ફિચડીયા તથા જોઇન્ટ મેનેજીંગ ડીરેકટર પદે ભાવનાબેન શાહની સર્વસંમતિથી નિયુકિત
બેન્કની ચુંટણી છેલ્લા ર8 વર્ષથી થઇ રહી છે બીન હરિફ: બેન્કને નવા આયામો સર કરાવવાનો કોલ આપતા નવનિયુકત હોદેદારો
વેરાવળ મર્કન્ટાઇન કો. ઓપ. બેંકના બોર્ડ ઓફ ડિરેકટરની બીનહરિફ નિયુકિતથી ર8 વર્ષ જુની પરંપરા જળવાઇ રહી છે. બેંકના ચેરમેન પદે નવીનભાઇ શાહ, મેનેજીંગ ડિરેકટર પદે ડો. કુમુદચંદ્ર ફીચડીયા તથા જોઇન્ટ મેનેજીંગ ડીરેકટર પદે ભાવનાબેન શાહની સર્વસંમતિથી નિયુકિત કરવામાં આવી છે. આ નવનિયુકત હોદેદારોએ બેન્કને નવા આયામો સર કરાવવાનો કોલ આપી સર્વેનો આભાર પણ માન્યો છે.
છેલ્લા ર8 વર્ષની પરંપરા મુજબ વર્ષ 2021-22 થી 2026-27 માટેની ધી વેરાવળ મર્કન્ટાઇલ કો. ઓપ. બેંક લી.ના બોર્ડ ઓફ ડીરેકટર્સની ચુંટણી આ વર્ષે પણ બીનહરીફ થયેલ છે. તેમજ બેન્કના ચેરમેન તરીકે નવીનભાઇ એચ.શાહ, મેનેજીંગ ડીરેકટર તરીકે ડો. કુમુદચંદ્ર એ. ફીચડીયા તથા જોઇન્ટ મેનેજીંગ ડીરેકટર તરીકે ભાવનાબેન એ.શાહની સર્વ સંમતિથી નિયુકિત કરવામાં આવેલ છે.
સહકારી કાયદા મુજબ બેન્કની મુખ્ય શાખા, વેરાવળ તથા રેયોન શાખા, વેરાવળના બોર્ડ ઓફ ડીરેકટર્સની 1પ બેઠકો તેમજ અન્ય શાખાઓના ત્રણ મતદાર મંડળમાથી એક એક ડીરેકટરની 3 બેઠકો મળી કુલ 18 બેઠકોની ચુંટણી યોજવામાં આવેલ હતી. જેમાં વેરાવળ માટેની કુલ પંદર બેઠકો માટે શાહ નવીનભાઇ હીરજીભાઇ, ડો. ફીચડીયા કુમુદચંદ્ર અમીલાલ, અનસુખલાલ, મડીયા અશોકકુમાર ધીરજલાલ,
પારેખ પ્રકાશચંદ્ર વસંતલાલ, શાહ મનીષભાઇ પ્રભુદાસભાઇ, સોલંકી કરશનભાઇ જેઠાભાઇ, ચંદ્રાણી કેતનકુમાર લક્ષ્મીદાસ, પારેખ જીતેન્દ્રકુમાર મહાસુખરાય, મડીયા પ્રદીપભાઇ ધીરજલાલ, ડો. શાહ જતીનભાઇ માણેકલાલ, મહેતા કુમુદબેન રમેશચંદ્ર તથા ચાવડા અરજણભાઇ ડાયાભાઇ બીનહરીફ ચુંટાયેલ છે. જયારે અન્ય શાખાઓના ત્રણ મતદાર મંડળમાંથી ઉના સુત્રાપાડા શાખા મતદાર મંડળમાંથી શ્રી વહાણવટી યુસુફભાઇ ઇસ્માઇલજી જુનાગઢ, કેશોદ, ઝાંઝરડા રોડ શાખા મતદાર મંડળમાંથી શ્રી ડો. ઠુંમર મુકેશભાઇ ધરમશીભાલ તથા રાજકોટ, માણાવદર, બેડી, દરેડ શાખા મતદાર મંડળમાંથી ડો. સુમતિલાલ ત્રિભોવનદાસ હેમાણી બીનહરીફ ચુંટાઇ આવેલ છેે તેમ બેન્કના જનરલ મેનેજર અનુલભાઇ શાહ અખબારી યાદીમાં જણાવે છે.
બેન્કના સર્વે સભાસદો, થાપણદારો, ગ્રાહકો અને શુભેચ્છકોની બેન્ક પ્રત્યેની શ્રઘ્ધા અને વિશ્ર્વાસના પરિણામે પાંચ વર્ષની ટર્મ માટેની ચુંટણી બીનહરીફ થયેલ છે. જે બોર્ડ ઓફ ડીરેકટર્સની પ્રગતિશીલ વિચારધારા અને પરિણામ લક્ષી બેન્કીંગના પ્રયાસોને પ્રોત્સાહન પુરુ પાડે છે.
ધી વેરાવળ મર્કન્ટાઇલ કો. ઓપ. બેંક લી. વેરાવળનું સમગ્ર બોર્ડ ઓફ ડીરેકટર્સ બેન્કની પ્રગતિમાં સહયોગ આપી બેન્કની વિકાસયાત્રામાં સહભાગી થવા બદલ સર્વે સભાસદોનો આભાર વ્યકત કરે છે.