- કાર લઇ શહેરોમાં ભીડભાડમાં પર્સ અને મોબાઇલ સેરવતા: ચારની ધરપકડ
- બંને દંપતી અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બરોડા, નડીયાદ, દાહોદ અને વેરાવળ મળી 339 ગુના આચર્યાની કબુલાત
રાજયનાં જુદા જુદા બસ સ્ટેશનોમાં મુસાફરોની નજર ચુકવી મોબાલ અને પર્સની તળફંચી કરતી ગેંગને ગીર સોમનાથ જીલ્લાનાં વેરાવળનાં રેયોન ફેકટરીનાં ગેેટ નજીકથી કારમાંથી ગેંગને ઝડપી લીધી હતી. ઝડપાયેલા બંને દંપતીએ અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બરોડા, નડીયાદ, દાહોદ અને વેરાવળ મળી 339 ગુના આચર્યાની કબુલાત આપી છે.
રૂ. 7.34 લાખનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.વધુ વીગત મુજબ ગીર સોમનાથ જીલ્લામાં વધતા જતા આર્થીક ગુનાઓને અટકાવવા અને વણ ઉકેલ ગુનાનો ભેદ ઉકેલવા જીલ્લા પોલીસ વડા મનોહરસીંહ જાડેજા એ આપેલી સુચનાને પગલે વેરાવળ સીટી પોલીસ મથકનાં પીઆઇ એમ.એસ. ઇસરાણી અને પીએસઆઇ એચ.બી. મુસાર સહીતનાં સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ.દાહોદ પંથકનાં સંજય ઉર્ફે સંજુ મોતીસીંગ બેરાવત અને તેની પત્ની ગીતા સંજય બેરાવત નરેશ હુંજી ભાભોર અને તેની પત્ની રેખા નરેશ ભાભોર સહીત ચારેય શખ્સો જીજે 7 ડીડી 10પ3 નંબરની કારમાં ગુનો કરવાનાં ઇરાદે શંકાસ્પદ હાલતમાં આવી રહયાની મળેલી બાતમીનાં આધારે સ્ટાફે રેયોન ફેકટરીનાં ગેટ પાસે ગોઠવેલી વોચમાં પુરપાટ ઝડપે આવતી કારને અટકાવી ઉપરોકત ચારેય શખ્સોની પુછપરછ કરતા જન્માષ્ટમીનાં પર્વમાં એસટી બસ સ્ટેશન માંથી ભીડ ભાડનો લાભ લઇ બે મહીલાને નીશાન બનાવી મોબાઇલ અને રોકડ ભરેલા પર્સની ઉઠાંતરી કર્યાની કબુલાત આપી હતી.
ઝડપાયેલ ચારેય શખ્સોની આકરી સરભરા કરતા તપાસમાં ભાંગી પડતા છેલ્લા 1ર વર્ષથી કાર લઇને અમદાવાદ , ગાંધીનગર, આણંદ, બરોડા , દાહોદ , નડીયાદ, અને વેરાવળ સહીતનાં શહેરોમાં ભીડભાડ વાળી જગ્યાઓમાં લોકોની નજર ચુકવી રોકડ અને મોબાઇલ મળી 339 જેટલા ગુનાઓ આચરયાનુ ખુલ્યુ છે. પોલીસે બંને દંપતીઓની વધુ તપાસ માટે રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.