વેરાવળના રામપરા ગામે રહેતા પરિવારના ચાર વર્ષના પોત્રએ તેના દાદાને ભૂલથી પાણીના બદલે ઝેરી દવા ભરેલો ગ્લાસ પીવડાવી દેતા વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પરંતુ જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.જ્યારે બીજા બનાવમાં પોરબંદરના ભડગામે રહેતા યુવાને ગઈકાલે પોતાની બીમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.હાલ બંને મામલે પોલીસ દ્વારા નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
પોરબંદરના ભડગામે બીમારીથી કંટાળી યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ
વિગતો મુજબ વેરાવળના રામપરા ગામે રહેતા ભીખાભાઇ ગોવિંદભાઈ રાઠોડ નામના ૬૫ વર્ષીય વૃદ્ધને તેના પોત્ર દ્વારા પાણીના ગ્લાસના બદલે ભૂલથી ઝેરી દવા ભરેલો ગ્લાસ આપી દેતા તેમને ગટગટાવી લેતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેમાં તેનું ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.જ્યારે બનાવ મામલે હાલ પોલીસ દ્વારા નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.જ્યારે બીજા બનાવમાં પોરબંદરના ભડગામે રહેતા જમનભાઈ સામંતભાઈ વાળા નામના ૨૨ વર્ષીય યુવક દ્વારા પોતાની બિમર્થી કંટાળી ગઈકાલે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ પોલીસે બંને મામલે નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.