ગુજરાત સરકાર દ્વારા કોરોના મહમારીને નિયંત્રિત કરવના હેતુથી રાજ્યના 36 શહેરોમાં રાત્રી કરફ્યુંની સાથે સાથે આંશિક લોકડાઉન અમલમાં આવેલ છે. તા.12/5/2021નાં રોજ આંશિક લોકડાઉનની અવધી પૂર્ણ થતાં લોકડાઉન તા.18/5/2021 સુધી લંબાવેલ હોય સોમનાથ વેપારી મહામંડળની નીચેની રજૂઆતને ધ્યાને લેવા રજૂઆત કરવામાં આવી છે.
હાલમાં જે આંશિક લોકડાઉન અમલમાં છે તેમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના પણ ઘણાં વેપાર-ધંધા શરૂ રાખવાનો સમાવેશ કરવામાં આવેલા છે. ઉદ્યોગો અને ઓફિસો પણ ચાલુ છે તેના કારણે બજારના 50% ટકા જેટલા ધંધાઓ ચાલુ રહે છે તેને કારણે લોકોની અવર જવર તો પુરતા પ્રમાણમાં રહે જ છે. પરંતુ સાથે સાથે જેમના ધંધા બંધ છે એવા વેપારીઓમાં પણ ખૂબ જ નારાજગીની લાગણી છે. કારણ કે, અગાઉ તેઓએ સ્વૈચ્છિક બંધ રાખેલ અને ત્યાર બાદ સતત બંધ રહેતાં મુશ્કેલી વધી છે તથા અમારી વેપારી મહામંડળ દ્વારા શહેરનાં વિવિધ વેપારી એસોસિએશન સાથે આંશિક લોકડાઉન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે અને આ તમામ એસોસીએશનનો એક જ મત છે કે સવારથી બપોરનાં 2.00 વાગ્યા સુધી તમામ વેપાર ધંધા ચાલુ રાખવાની છૂટ આપીવી જોઇએ અને બપોરના 2.00 વાગ્યા પછી મેડીકલ સ્ટોર દૂધની દુકાન અને પેટ્રોલ પંપ સિવાયના તમામ વેપાર ધંધા બંધ રાખવા જોઇએ. આ તમામ એસોસિએશનો પૈકી મોટાભાગના એસોસિએશનનોએ અમારી વેપારી મહામંડળને આ અંગે રજૂઆત કરેલ છે.
બપોરના 2.00 વાગ્યા પછી લોકો ખાસ જરૂરી કામ સિવાય અવર જવર ન કરે તે માટે પણ કડક નિયંત્રણો રાખવ જોઇએ.
હાલના આંશિક લોકડાઉનનાં કારણે જે વેપારીઓના ધંધા બંધ છે તેમને આર્થિક રીતે ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડે છે. કોરોના મહામારીનાં કારણે બજારમાં મંદીનું વાતાવરણ છે અને તેમાં પણ ધંધા-રોજગાર બંધ રહેવાથી આ નાના વેપારીઓને સ્ટાફનો પગાર, તેમના પોતાના કુટુંબનો નિર્વાહ અને બેંક લોનના હપ્તા કઇ રીતે ભરવા તથા દુકાન ભાડું, મકાન ભાડું, સ્કૂલ ફી, બેંક વ્યાજ જેવા અનેક પ્રશ્નો સતાવે છે.
કોરોના સંક્રમણ અટકાવવા સૌથી વધુ ભીડ-ભાડ વાળી શાકમાર્કેટ જેવી બજારને નજીકના મોટા ગ્રાઉન્ડમાં સ્થળાંતરિત કરવા અંગે કરાયેલ સુચન પરત્વે સ્થાનિક તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી થઇ નથી.
ઉપરોક્ત સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લઇ હાલના લોકડાઉનમાં બપોરના 2 વાગ્યા સુધી તમામ વેપાર ધંધા ચાલુ રાખવાની છૂટ આપવી જોઇએ તેવી તમામ વેપારી એસોસિએશનની લાગણી છે આમ કરવાથી કોરોના સંક્રમણ નિયંત્રિત કરવામાં આ પગલું ઉપયોગી થઇ શકશે.
અલગ અલગ એસોસિએશન તથા વેપારીઓની રજૂઆત આવેલ જે વેપારીઓ અંદાજે 400 સહી કરી આ વાત મોકલાવેલ છે હજુ પણ મોટા પ્રમાણમાં વેપારીઓની રજૂઆતો આવી રહી છે માટે ત્વરિત ઘટતું કરવા વેપારી મહામંડળની યાદીમાં જણાવાયું છે.