- સરસ્વતી સ્કૂલ ખાતે વોર્ડ નં-9 ના રહીશોની સ્વચ્છતા સંદર્ભ રજૂઆતો સાંભળતા કલેક્ટર
- નગરને સ્વચ્છ અને સુંદર બનાવવું છે -કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા
- કચરાના પોઇન્ટ દૂર કરીને કચરો લઈ જવા માટે અધિકારીઓને દિશાનિર્દેશ આપતાં કલેક્ટર
વેરાવળ : સરસ્વતી સ્કૂલ ખાતે વોર્ડ નંબર-9ના રહીશોની સ્વચ્છતા સંદર્ભ રજૂઆતો કલેક્ટરએ સાંભળી હતી. તેમજ વેરાવળ નગરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પ્રયાશો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત વેરાવળ શહેરમાં કચરાના પોઇન્ટ દૂર કરીને ટ્રેક્ટરમાં જ કચરો લઈ જવા માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. રાજ્ય સરકાર જ્યારે કટિબદ્ધતાથી સ્વચ્છતા બાબતે કાર્ય કરી રહી છે, ત્યારે વેરાવળ નગરને સ્વચ્છ અને સુંદર બનાવવું તે આપણી વ્યક્તિગત અને સામૂહિક જવાબદારી છે. આપણી સાથે આપણી આસપાસમાં પણ સ્વચ્છતા જળવાય તો એક સુંદર વાતાવરણનું નિર્માણ થાય છે. આ વિચારને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ વેરાવળ શહેરને સ્વચ્છ બનાવવા માટે બીડું ઝડપ્યું છે.
અનુસાર માહિતી મુજબ, સ્વચ્છતા આપણા જીવનનો સ્વભાવ બનવો જોઈએ. તેમજ આપણી સાથે આપણી આસપાસમાં પણ સ્વચ્છતા જળવાય તો એક સુંદર વાતાવરણનું નિર્માણ થાય છે. આ વિચારને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ વેરાવળ શહેરને સ્વચ્છ બનાવવા માટે બીડું ઝડપ્યું છે. આ દરમિયાન ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા નગરપાલિકાના અધિકારીઓ સાથે સ્વચ્છતા અને સુઘડતા સંદર્ભ કલેકટરએ રિવ્યૂ બેઠક યોજી હતી.
ત્યારબાદ આજે વોર્ડ નંબર-૯ ખાતે આવેલ સરસ્વતી શાળામાં સ્થાનિક રહીશો પાસેથી સ્વચ્છતા સંદર્ભની રજૂઆતો સાંભળી હતી. તેમજ, તેના નિરાકરણ માટે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા. તેમજ કલેકટરએ વેરાવળ શહેર વિસ્તારમાં કચરાના એક પણ પોઇન્ટ ન રહે અને ડોર ટુ ડોર કચરો ફક્ત ટ્રેક્ટરમાં જ લઈ જવા માટેની કડક સૂચના નગરપાલિકાના અધિકારીઓને આપી હતી.
આ ઉપરાંત કલેક્ટરએ શહેરના વિવિધ વિસ્તારોમાં કચરો ક્યારે ઉપાડવામાં આવશે. તેમજ તેના સમય સાથેના માર્ગદર્શિત કરતા બોર્ડ લગાવવા માટે પણ ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. આ ઉપરાંત, બોર્ડમાં જે-તે વોર્ડના જવાબદાર અધિકારીઓના નામ લખવા પણ જરૂરી સૂચનાઓ હતી. તેમજ કલેક્ટરએ સ્થાનિક રહીશોની ગટર, આસપાસના વિસ્તારમાં સફાઈ, જાહેર શૌચાલય, પાણી ભરાવાની સમસ્યા સહિતના વિવિધ પ્રશ્નોની રજૂઆતો સાંભળીને તેના હકારાત્મક ઉકેલની ખાતરી આપી હતી.
રાજ્ય સરકાર જ્યારે કટિબદ્ધતાથી સ્વચ્છતા બાબતે કાર્ય કરી રહી છે, ત્યારે વેરાવળ નગરને સ્વચ્છ અને સુંદર બનાવવું તે આપણી વ્યક્તિગત અને સામૂહિક જવાબદારી છે તેમ પણ કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતું. તેમજ આ વોર્ડસભામાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પલ્લવી જાની અને નગરપાલિકાના હોદ્દેદારો, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ જિજ્ઞેશ પરમાર સહિત PGVCL, શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ વિભાગના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.